ETV Bharat / state

Surat Crime News: ઉધનામાં યુવકે યુવતીની કરપીણ હત્યા કરી ગળે ફાંસો ખાઈ લીધો - યુવકે ગળેફાંસો ખાઈ લીધો

સુરતના ઉઘના ખાતે એક મકાનમાં યુવક અને યુવતીના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં યુવકે પહેલા યુવતીની હત્યા કરી અને ત્યારબાદ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Surat Crime Young Man Killed Young Girl Hanged by Himself Udhna

ઉધનામાં યુવકે યુવતીની કરપીણ હત્યા કરી ગળે ફાંસો ખાઈ લીધો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 7:53 PM IST

સુરત: ઉધના વિસ્તારના એક મકાનમાંથી યુવતી અને યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે પહેલા યુવતીની હત્યા કરી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

સમગ્ર ઘટનાક્રમઃ 3 માસ અગાઉ ઉધના વિસ્તારમાં ઓમ શ્રી સાઈનગરમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં શ્રમિક તરીકે કામ કરતો વિજય ગોયલ રહેવા આવ્યો હતો. વિજયની ઉંમર 28 વર્ષની હતી. વિજય ગોયલે પોતાના ઘરમાં યુવતીની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીની હત્યા સળીયાના ઘા મારીને કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું છે. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવતીની ઓળખ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં શ્રમિક તરીકે કામ કરે છે ત્રણ મહિના પહેલા જ તે આ સોસાયટીમાં રહેવા માટે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતી 18 વર્ષની છે. સળિયા થી યુવતીની ઉપર ઘા ઝીંકી હત્યા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

યુવતી અને યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

પોલીસ કાર્યવાહીઃ ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. બહાર કોઈ મૂવમેન્ટ ન થઈ હોવાનું પોલીસને જણાયું હતું. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કર્યા હતા. પોલીસે ફોરેન્સિક ડીપાર્ટમેન્ટની પણ મદદ લીધી હતી. પોલીસ છોકરીની ઉંમર અને ઓળખ કન્ફર્મ કરવાની દીશામાં પ્રયત્ન કરી રહી છે. તેમજ બંને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો કે નહિ તેની પુછપરછ પણ પોલીસ કરી રહી છે.

ઓમ શ્રી સાઈનગરમાં 2 માળના મકાનમાં પ્રથમ માળે બંને મૃતદેહો મળી આવ્યા છે. પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ત્યારે મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે પહેલા યુવતીની હત્યા થઈ હોવી જોઈએ ત્યારબાદ યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવી જોઈએ...ભગીરથ ગઢવી(ડીસીપી, સુરત)

  1. Surat Crime News: ઉત્તર પ્રદેશનો વોન્ટેડ ગેંગસ્ટર સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરામાંથી ઝડપી લીધો
  2. Surat fraud visa case: વિદેશમાં જઈને સારૂં કમાવવાની આશામાં 15 શ્રમીકોએ ગુમાવ્યાં લાખો રૂપિયા, ઠગબાજ એજેન્ટોથી ચેતવતો કિસ્સો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.