સુરત : સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં મહિલાએ આપઘાત કર્યો. જોકે આપઘાત પહેલા 32 વર્ષીય મહિલાએ પોતાની વ્યથાનો વિડીઓ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. આ મામલે પરિવારે મહિલાના પતિ ઉપર હત્યાનો આક્ષેપ કર્યો છે. પોતાની દીકરીને આવી હાલતમાં જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે તો બીજી બાજું વાયરલ થયેલો વિડિઓ 15 દિવસ જૂનો લાગો રહ્યો છે. જોકે હાલ આ મામલે ઈચ્છાપોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મારી બહેનનું હાલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ગઈકાલે તેમનું એક્સિડન્ટ થયું હતું પરંતુ તેને તેના પરિવાર દ્વારા સુસાઇડ કર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેની હત્યા કરવામાં આવી છે. જે હત્યા તેના પતિ દીપક ચૌધરી દ્વારા કરવામાં આવી છે. મારી બહેનના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતાં. લગ્ન બાદ 1 વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું હતું. ત્યારબાદ બહેનને તેમના પરિવાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી. કોઈને કોઈક વાતને લઈને તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો...રોશન(મૃતકાનો ભાઇ)
મહિલાને તેના પતિ દ્વારા ત્રાસ : મૃતકાના ભાઈ દ્વારા બહેનની પારિવારિક સમસ્યાઓ વિશે વિગતે જણાવ્યું હતું કે બહેન પોતે ટિફિન હાઉસ શરૂ કર્યું હતું. કારણકે મારાં જીજા કોઈ કામ ધંધો કરતા ન હતા.જેને લઈને બંને એકબીજાને છૂટાછેડા પણ આપી દેવાના હતા. એમ કરતા 4 વર્ષ વીતી ગયા અને અમે ફરી બંનેને સમજાવી એક કર્યા હતા. ફરી પાછી ચાર પાંચ મહિના બરાબર ઠીક ચાલ્યું. ફરી પછી બહેનના પરિવાર દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. કોઈને કોઈક વાતને લઈને તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. થોડા દિવસો પહેલા તેમનું એક્સિડન્ટ પણ થયું હતું. જેમાં પરિવાર દ્વારા મારી બહેનને માર મારવામાં આવ્યો હતો.જેની ફરિયાદ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં પણ આવી હતી. મારાં જીજા કોઈ કામ ધંધો કરતા ન હતા અને કામ મળે તો દસ પંદર દિવસ સુધી કામ કરે નહીં તો આખો દિવસ ઘરે બેસી રહેતા હતા અને સાંજ પડે એટલે તેઓ નશા કરતા હતાં. જેની માટે પૈસા પણ તેઓ મારી બહેન પાસે માંગતા હતાં.
આપઘાત પહેલા વિડીયો બનાવ્યો : આ બાબતે ઈચ્છાપુર પોલીસે જણાવ્યું કે આ ઘટના વહેલી સવારે બની હતી. ઈચ્છાપુર ગામમાં આવેલ હળપતિ વાસમાં રહેતી મૃતક નીતુબેન દીપક ચૌધરી જેઓ આજરોજ પોતાના રૂમમાં બેભાન મળી આવ્યા હતા.તેઓ 32 વર્ષના હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતાં. જ્યાં તેમને ફરજ પના ડોક્ટર જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતાં.
મહિલાના મોબાઇલમાં મળ્યો વિડીયો ઈચ્છાપુર પોલીસે જણાવ્યું કે તેઓ પાસે જે મોબાઈલ મળી આવ્યો હતો તેમાં તેઓએ આપઘાત પહેલા પોતાનો વિડીઓ બનાવ્યો હતો જેમાં તેઓ કહી રહ્યાં હતાં કે, " આ મારો પતિ દીપક ચૌધરી આ વ્યક્તિ મને રોજેરોજ હેરાન પરેશાન માનસિક ત્રાસ આપી રહ્યો છે. જેથી હું આપઘાત કરવા માટે મજબૂર બની છું." વિડીઓને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. મહિલાની બોડીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
- Video Viral : અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ સાથે પોલીસકર્મીની દારૂની મહેફિલ, નશામાં ઠુમકા લગાવતો વીડિયો વાયરલ
- Kutch Crime : દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો
- Rajkot Suicide Case: માતાની હત્યા કર્યા બાદ પુત્રએ કર્યો આપઘાત, સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો