ETV Bharat / state

યુકેના વિઝા અપાવવાના નામે નોકરીવાંચ્છુકો પાસેથી 1.05 કરોડ ખંખેરી છૂ થઇ જનાર આરોપીની ધરપકડ - આર્થિક ગુના નિવારણ શાખા

સુરતમાં નોકરીવાંચ્છુકોને યુકેના વિઝા અપાવવાના નામે રૂપિયા 1.05 કરોડ જેટલી રકમ ખંખેરી ભૂગર્ભમાં ઊતરી ગયેલી બંટી બબલીની જોડી પૈકીના એક આરોપીની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દિલ્હીથી ધરપકડ કરાઇ છે. જ્યારે ફરાર આરોપીની પત્નીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

યુકેના વિઝા અપાવવાના નામે નોકરીવાંચ્છુકો પાસેથી 1.05 કરોડ ખંખેરી છૂ થઇ જનાર આરોપીની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 6:50 PM IST

સુરત ઇકો સેલે દિલ્હીથી પકડ્યો આરોપી

સુરત : સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાચ્છુકોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે એક કરોડથી વધુની રકમ બંટી બબલીની જોડીએ ખંખેરી લીધા હતા. ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિવ્યાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વેસુ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી હતી. ફેસબુકના માધ્યમથી નોકરીવાંચ્છુકોનો સંપર્ક કરી યુ.કે ના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસે બોલાવવામાં આવતા હતાં. જ્યાં બાંહેધરી કરાર લખાવી 15 લાખ રૂપિયામાં યુકેના વિઝા અપાવવાની લાલચ આપવામાં આવતી હતી.

એડવાન્સ પેટે પડાવી લાખોની રકમ : મહત્વનું છે કે બંટી બબલીની જોડી ફેસબુકના માધ્યમ થકી નોકરીવાંચ્છુકોને યુકેના વિઝા અપાવવાની લાલચ આપી સુરતના વેસુ સ્થિત ઓફિસે મળવા માટે બોલાવતા હતા. ત્યાં નોકરીવાંચ્છુકો પાસેથી લેખિતમાં કરાર કરી 15 લાખ રૂપિયા જેટલી રકમ નક્કી કરવામાં આવતી હતી. જે પૈકી પાંચ લાખ રૂપિયા જેટલી રકમ એડવાન્સ પેટે પડાવી લેવામાં આવતી હતી.

એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા લેવામાં આવતા હતાં. આ રીતે બંટી બબલીની જોડીએ કુલ 21 જેટલા નોકરીવાંચ્છુકો પાસેથી 1.05 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. કરોડો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ નોકરી યુ.કે.ના વિઝા અપાવવાના નામે છેતરપિંડી આચરી હતી. એટલું જ નહીં પોતાની ઓફિસ બંધ કરી બને ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. જ્યાં ધરપકડથી ટાળવા ભાગતી ફરતી આ જોડીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી...એચ. કે. સોલંકી ( પીઆઇ, સુરત ઇકો સેલ )

દિલ્હીથી ધરપકડ : દરમિયાન આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી. જે ગુનાની તપાસ કરી રહેલી ઇકો સેલ દ્વારા બંટી બબલીની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠાણની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ઇકો શેલને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવી રહ્યો છે. જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવામાં ઇકો શેલને સફળતા મળી હતી. જ્યારે ગુનામાં ફરાર આરોપીની પત્ની રિવ્યાનાખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

  1. Rajkot Crime: આફ્રિકામાં બેઠાબેઠા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરતા બંટી બબલી ઝડપાયાં
  2. Ahmedabad Crime News : ગાંધીનગરના યુવકને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લેનાર બંટી બબલી ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.