સુરત/ઓલપાડ: ઓલપાડ પાસે સાયણ રોડ ઉપર એક ફેક્ટરી આવેલી છે. જેના મૂળ માલિક વિદેશમાં રહે છે, પરંતુ અહીંયા ફેક્ટરીમાં પેકેજીંગ કામની સાથે દારૂનું કટિંગ પણ થઈ રહ્યું હતું. ફેકટરીના સંચાલક બુટલેગર સાથે મળીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. એટલું જ નહીં, પ્લાસ્ટિક પેકેજીંગમાં બેરલ અંતર્ગત દારૂની સપ્લાય થઈ રહી હતી. કેમિકલના ડ્રમમાં દારૂ જોઈને પોલીસ પર થોડા સમય માટે ચોંકી ગઈ હતી. વિદેશમાં રહેતા માલિક ફેક્ટરીનું આ મકાન ભાડા પેટે આપ્યું હતું. દારૂ સપ્લાય ચેનલનું સમગ્ર નેટવર્ક પકડવા પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે.
દારૂનો જથ્થો: ઓલપાડ સાયણ રોડ પર અટોદરા ગામની સીમમાં આવેલ ગણેશ ઈન્ડસ્ટ્રીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની ઓલપાડ પોલીસને માહિતી મળી હતી. માહિતીના આધારે પી.આઈ જે. જી મોડ સ્ટાફ સાથે રેડ કરી હતી. ત્યારે બાતમી વાળી જગ્યા પર આવેલ બંધ ફેક્ટરીના પાછળના ભાગે બનાવેલ રૂમમાં તપાસ કરતાં ત્યાંથી કેમિકલ ભરવાના ડ્રમમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરી લવાયેલા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આટલુ જ નહીં પણ ઘટના સ્થળેથી દારૂની કાચની બોટલ પર લગાવવાના બુચ તથા ખાલી અને ભરેલી બોટલ સાથે અન્ય સામગ્રી મળી આવેલી છે.
પોલીસે શંકાના આધારે રેડ: પોલીસે શંકાના આધારે બંધ ફેક્ટરીના મકાનમાં વધુ તપાસ કરતાં એક ઓરડા માંથી જુદી જુદી બ્રાન્ડની પેકિંગ કરી દારૂની બોટલ તથા બુચ અને પેકિંગ કરવાનું સાધન સામગ્રી મળી આવેલ હતી. આ સાથે ફેક્ટરીમાં કૂલિંગ વોટર પેકિંગ કરવાની કામગીરી કરવામાં આવતી હોય કૂલિંગ વોટરનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી પોલીસને મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અને પી.આઈ જે.જી મોડ ના તારણ અને તપાસ મુજબ ગણેશ ઈન્ડસ્ટ્રી વાળી ફેક્ટરીનું મકાનના મૂળ માલિક વિદેશમાં છે.
"તેમણે પોતાની ફેક્ટરીનું મકાન ભાડે આપતા ત્રાહિત ઇસમો દ્વારા બુટલેગર સાથે મળીને કૂલિંગ વોટર પેકિંગના કામકાજ સાથે રાજ્ય બહારથી કેમિકલના બેરલમાં પ્લાસ્ટિકની કોથળીમાં દારૂની પોટલી બનાવી હતી. મોટો જથ્થો લાવ્યા બાદ જુદી જુદી કંપનીના નામે સ્ટીકર લગાવી બોટલ રીપેરીંગ કરી ઓલપાડ તાલુકા સાથે જીલ્લામાં દારૂ સપ્લાય કરવામાં આવતો હતો"-- બી કે વનાર (dysp)
વધુ તપાસ હાથ ધરી: કુલિન વોટર પેકિંગ કામગીરીની આડમાં દારૂનો જથ્થો લાવી ઊંચી બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકર લગાવી બોટલ રીપેરીંગ કરી રૂપિયા કમાવવાના બુટલેગરોના કીમિયા પોલીસની ઊંઘ ઉડાવી છે. ત્યારે ઘટનાની ગંભીરતા જાણી વધુ તપાસ અર્થે એફ.એસ.એલ ની મદદ લેવા સાથે ઓલપાડ પોલીસે ઘટના સ્થળે થી છ બેરલમાં પ્લાસ્ટિકની પોટલીમાં ભરેલા દારૂ તથા રિપેરિંગની અન્ય સાધન સામગ્રી સાથે ઘટના સ્થળેથી એક ટિ.યું.વી 300 ફોર વ્હીલર, મોપેડ તથા એક પીકપ ટેમ્પો કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
- Surat News : હેલ્થ કોન્સિયસ યંગસ્ટર્સ માટે લાલબત્તી, સપ્લીમેન્ટરી ફૂડમાં પ્રોટીનનું વધુ તો ક્યાંક ઓછું મળ્યું પ્રમાણ
- Surat News: સિવિલ હોસ્પિટલમાં ARV ના ઇન્જેક્શન ખૂટ્યા, ડોગ બાઈટની સારવારમાં છે અકસીર
- Surat News : ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર પથ્થરથી હુમલો થતાં બેહોશ, SMC દ્વારા સીલ મારવા બાબતે થઈ હતી રકઝક