ETV Bharat / state

Surat Crime News : સુરત એસઓજી દ્વારા નકલી નોટોના માસ્ટર માઇન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ, હકીકતો જાણી ધ્રુજી જશો

સુરત એસઓજી દ્વારા ઓપરેશન ચેન્નઇ કન્ડક્ટ કરીને દેશભરમાં નકલી નોટોનો વેપાર ચલાવતી ટોળકીના માસ્ટર માઇન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ અત્યાર સુધીમાં દેશના 10 રાજ્યોમાં 2.12 કરોડની બોગસ ચલણી નોટો મોકલી છે.

Surat Crime News : સુરત એસઓજી દ્વારા નકલી નોટોના માસ્ટર માઇન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ, હકીકતો જાણી ધ્રુજી જશો
Surat Crime News : સુરત એસઓજી દ્વારા નકલી નોટોના માસ્ટર માઇન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ, હકીકતો જાણી ધ્રુજી જશો
author img

By

Published : Apr 25, 2023, 6:40 PM IST

10 રાજ્યોમાં 2.12 કરોડની બોગસ ચલણી નોટો મોકલી

સુરત : વેબ સીરીઝ 'ફરજી'માં જે રીતે નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ બતાવવામાં આવ્યું છે તે જ રીતે સુરત પોલીસે ચેન્નઈ ખાતે એક ઘરમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. 'ઓપરેશન ચેન્નઈ' નામથી સુરત એસઓજીએ આખું ઓપરેશન પૂરું પાડ્યું હતું. ચલણી નોટો છાપનાર માસ્ટર માઈન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અલગ અલગ રાજ્યોમાં આજ દિન સુધી 2.12 કરોડ બોગસ ચલણી નોટો અલગ અલગ રાજ્યમાં મોકલી છે.

ચલણી નોટો છાપવાનું મીની કારખાનું : વેબ સીરીઝ ફરજીમાં શાહિદ કપૂર લોકોને ખબર ન પડે તેવી નકલી નોટો બનાવી છાપે છે અને નકલી નોટોના એવજમાં અસલી નોટો લઈ પોતાને આર્ટિસ્ટ બતાવે છે. એવા જ આરોપીને ઓપરેશન ચેન્નઈ હેઠળ સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા એક જાગૃત નાગરિક દ્વારા સુરત પોલીસને બોગસ ચલણી નોટો અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે આખું રેકેટ બહાર પાડ્યું છે. મુખ્ય આરોપી સૂર્યા સેલવારાજને સુરત પોલીસે તમિલનાડુના ચેન્નઈ સ્થિત તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો તેના ઘરે ભારતીય ચલણી નોટો છાપવાનું મીની કારખાનું મળી આવ્યું હતું. સ્થાનિક પોલીસ પણ આ કારખાનું જોઈ ચોકી ઉઠી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime: ફટાફટ માલામાલ બનવા વેબ સિરીઝની જોઈને નકલી નોટ છાપનાર શખ્સો ઝડપાયા

2.12 કરોડની નકલી નોટો મોકલી : આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે આરોપી પાસેથી 17 લાખ બોગસ ચલણી નોટો સહિત નોટ છાપવા માટે ત્રણ કલર પ્રિન્ટર, ત્રણ કટર મશીન, હીટિંગ મશીન, લેમિનેશન, વોટર માર્કર, 70 સિક્યુરિટી થ્રેડ સહિત 20 જેટલા ચાઈના કાગળ મળી આવ્યા છે. અસલ ચલણી નોટોમાં જે સિક્યુરિટી ફિચર્સ વાપરવામાં આવે છે મોટાભાગે આ નકલી ચલણી નોટોમાં જોવા મળે છે. આરોપી સૂર્યા સેલવારાજ અલગ અલગ રાજ્યોમાં આજ દિન સુધી 2.12 કરોડ રૂપિયાની નકલી નોટો મોકલી આપ્યા છે.

શેરબજારમાં હાનિ થઇ હતી : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી સૂર્યા અગાઉ શેરબજારમાં ઇન્વેસ્ટ કરતો હતો પરંતુ મોટી હાનિ જતા પૈસા કમાવા માટે શોર્ટકટ રસ્તો શોધતો હતો. આ વચ્ચે ઇન્ટરનેટના માધ્યમથી તે બિહાર રાજ્યના એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેણે બનાવટી ભારતીય ચલણી નોટ કઈ રીતે બનાવી શકાય તેની ટેકનિક આપી હતી. એટલું જ નહીં, આરોપીએ નકલી નોટ બનાવવા માટે કોટન ચાઇના પેપર તેમજ સિક્યુરિટી થ્રેડ ઓનલાઇન ઓર્ડર આપ્યા હતા. આરોપી સૂર્યા સેલવારાજ 3ડી એનિમેશનનો કોર્સ કરી ચૂક્યો છે. જેથી તે સારી રીતે નકલી નોટ બનાવી શકે છે. એ પોતાના ઘરમાં જ હાઈ ક્વોલિટી ભારતીય ચલણી નોટ બનાવવામાં સફળ થયો હતો.

આ પણ વાંચો 317 કરોડની નકલી નોટ પ્રકરણમાં તપાસ માટે SITની રચના, કામરેજ પોલીસે 3ને ઝડપી લીધાં

બોગસ સ્ટેમ્પ પેપર મળ્યાં : અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સૂર્યા સેલવારાજ વર્ષ 2022 માં શેર બજારમાં ટ્રેડિંગ માટે રાઇટ વે કેપિટલ નામની કંપની શરૂ કરી હતી. ગ્રાહકો સાથે સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ પણ કરતો હતો. જેથી સૂર્યા સેલવારાજ લાગ્યું કે પેપરનો કાગળ બનાવટી ચલણી નોટ બનાવવા માટે ખૂબ જ યોગ્ય છે. આરોપી પાસે બોગસ સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યું છે. આશરે 22,000થી પણ વધુ આ બોગસ સ્ટેમ્પ પેપર છે જેની ઉપર સ્ટેમ વેન્ડરના સહી સિક્કાઓ પણ છે.

અલગ અલગ રાજ્યોમાં નકલી નોટો મોકલી : આરોપીએ અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 14,62,000, ગુજરાતમાં.3.05,000, હરિયાણામાં 12,90,000, ઉત્તર પ્રદેશમાં 10,51,000, આંધ્રપ્રદેશમાં 25,06,000, રાજસ્થાનમાં 2,60,000, કર્ણાટકમાં 85,14,000, તમિલનાડુમાં 6,00,000, બિહારમાં 50,000 અને તેલંગાણાંમાં 52,00,000 રુપિયાની નકલી નોટો મોકલાવી હતી.

નકલી નોટ આપી અસલી નોટ લેતો : આરોપી સૂર્યા સેલવારાજ નકલી નોટ આપી અલગ અલગ એજન્ટો પાસેથી અલગ અલગ રૂપિયા લેતો હતો એક એજન્ટ પાસેથી તેને પચાસ હજાર રૂપિયાના નકલી નોટો આપી 15,000 ની અસલી નોટો લીધી હતી.આરોપીએ આજદિન સુધી અલગ અલગ રાજ્યોમાં લાખો રૂપિયાના બનાવટી ચલણી નોટ કુરિયર અથવા તો જે વ્યક્તિ રૂબરૂ આવે તેને મોકલી આપતો હતો. આશરે 10 જેટલા રાજ્યોમાં આજ દિન સુધી તેને 2.12 કરોડ રૂપિયાના બનાવટી ચલણી નોટો બનાવીને એજન્ટોને આપ્યા છે. સૌથી વધારે કર્ણાટક રાજ્યમાં તેને 85,14,000 લાખના ચલણી નોટો આપ્યા છે.આજ દિન સુધીમાં આ પ્રકરણમાં ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 22,79,500 રૂપિયાની બનાવટી નકલી ચલણી નોટ કબ્જે કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.