ETV Bharat / state

Accidental Death in Surat : સુરતમાં સિટી બસે માતાપુત્રીને અડફેટે લીધી, એકનું મોત - નવી સિવિલ હોસ્પિટલ

સુરતમાં સિટી બસ દ્વારા અકસ્માતનો વધુ એક બનાવ નોંધાયો છે. અઠવાલાઇન્સમાં થયેલા આ અકસ્માતમાં માતાપુત્રી બસની અડફેટે ચડ્યાં હતાં જેમાં માતાનું મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Accidental Death in Surat : સુરતમાં સિટી બસે માતાપુત્રીને અડફેટે લીધી, એકનું મોત

author img

By

Published : Feb 24, 2023, 4:31 PM IST

માતાનું મોત નીપજ્યું હતું

સુરત : સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં વધુ એક વખત સિટીબસ ચાલકે મોપેડ ઉપર જતા માતાપુત્રીને અડફેટે લેતા માતાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ત્યારે પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. હાલ આ મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માતાપુત્રીને અડફેટે લેતા માતાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.

મોપેડ ઉપર જતા માતાપુત્રીને અડફેટે લીધી : સુરત શહેરમાં સિટી બસ ચાલકો બેફામ બની રહ્યા છે. દર અઠવાડિયે સિટી બસ હોય કે પછી મોટા વાહનો લોકોને અડફેટે લઇ રહ્યા છે. તેવી જ એક વધુ એક ઘટના સામે આવી છે. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ન્યુ કોર્ટ પાસે જ સિટી બસ ચાલકે મોપેડ ઉપર જતા માતાપુત્રીને અડફેટે લેતા માતાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ આ ઘટનામાં પુત્રી પણ ખુબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. પુત્રીને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે ઉમરા પોલીસે સિટી બસ ચાલકે સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. પુત્રીને પણ આ ઘટનામાં ઇજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો Fire Broke Surat : સુરતના BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ

આ ઘટના ગઈકાલે સાંજે બની : આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જે પટેલે જણાવ્યું કે, આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. જેમાં મૃતક ફરહાનાબાનું મોહમદ હુસેન શેખ જેઓની ઉમર 41 જેઓ પોતાની દીકરી ઝૂવેરીયા સાથે મોપેડ ઉપર ઘરે જઈ રહી હતી. ત્યારે જ લાલ બંગલા પાસે આવેલ અંધજન સાલકા એપાર્ટમેન્ટની સામે જ બીઆરટીએસ સીટી બસ નંબર GJ05BX2276 ના ચાલકે માતાપુત્રીને અડફેટે લેતા માતાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ત્યારે પુત્રીને પણ આ ઘટનામાં ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઇ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બ્લ્યુ બીઆરટીએસ બસ ચાલક માતા પુત્રીને અડફેટે લે છે અને ત્યારબાદ બંને નીચે પડી જતા હોય છે. આ ઘટના જોતા જ લોકો દોડી આવે છે.

બસચાલક ફરાર : ઘટના થતા જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જેને જોઇ બસચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જે પટેલે જણાવ્યું કે ઘટના થતા જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. તથા બસ ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમારી પીસીઆર ઘટનાસ્થળે પહોંચીને મૃતક ફરહાનાબાનું મોહમદ હુસેન શેખની બોડી કબ્જે કરી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ રૂમમાં મોકલી આપી હતી. તથા પુત્રી ઝૂવેરીયા શેખને સારવાર માટે 108 એમ્બયુલેન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે અમે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Surat Accident News : સુરતમાં સ્કૂલ બસની અડફેટે 7 સાત વર્ષના બાળકનું મોત, ડ્રાયવર પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો

પુત્રીને સ્કૂલેથી લઇ આવતા આ ઘટના બની હતી : આ બાબતે મૃતક ફરહાનાબાનુના પતિ મોહમદ હુસેન શેખે જણાવ્યુંકે, હું અને મારી પત્ની અમે બંને જણા અલગ-અલગ ગાડી ઉપર મારી દીકરીને સ્કૂલે લેવા ગયા હતા. હું ત્યાંથી મારાં અન્ય કામ અર્થે બીજે જવાનો હતો. જેથી અમે દીકરીને લઈને આવી રહ્યા હતા ત્યારે જ લાલ બંગલા પાસે મારી પત્ની અને દીકરી આગળ જતા રહ્યા અને હું પાછળ રહી ગયો હતો ત્યાંજ અચાનક સિટીબસ ચાલકે તેમને અડફેટે લીધાં અને ત્યાં જ મારી પત્નીનું મોત થઈ ગયું હતું અને મારી પુત્રીને પગ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.