ETV Bharat / state

Surat Fake Notes: પોલીસે 500 રૂપિયાની 181 નકલી નોટ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી

સુરત અમરોલી પોલીસ દ્વારા 500 રૂપિયાની 181 નકલી નોટ સાથે બે પિતરાઈ ભાઈયોની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ 500 રૂપિયાની 181 નકલી નોટ પાનના ગલ્લાવાળાને ત્યાં વટાવવા જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બે પિતરાઈ ભાઈયોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Fake Notes: સુરત પોલીસે 500 રૂપિયાની 181 નકલી નોટ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી

author img

By

Published : Apr 17, 2023, 10:56 AM IST

સુરત: ભાઇ ભાઇએ મળીને સુરતમાં નકલી નોટનો ખોટો વેપલો શરૂ કરીને સાચા પૈસા કમાવવા કમિયો અપનાવ્યો હતો. પણ સફળતા મળી નહીં. ભાઇ-ભાઇનો આ ખોટી નોટ ચલાવાનો બિઝનેસ વધુ ચાલ્યો નહીં. અમરોલી પોલીસ દ્વારા 500 રૂપિયાની 181 નકલી નોટ સાથે બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરાઈ છે. જે બાદ આગળની કાર્યવાહી હાથધરી છે. આ બંને આરોપીઓ 500 રૂપિયાની 181 નકલી નોટ પાનના ગલ્લાવાળાને ત્યાં વટાવવા જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે

500ની બનાવટી ચલણી નોટ: અમરોલી વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા ઉપર થોડા દિવસ પહેલા જ એક શખ્સ દ્વારા 500ની બનાવટી ચલણી નોટ વટાવી ગયો હતો. આ વાત તે પાનના ગલ્લો ચલાવતા વ્યક્તિને બાદમાં જાણ થઇ હતી. જેથી તે વ્યક્તિ એલર્ટ થઈ ગયો હતો. એક દિવસ પછી પરત આવ્યો અને તેવી જ રીતે 500ની બનાવટી ચલણી નોટ વટાવી ગયો હતો. તેણે તાત્કાલિક આ અંગે પોલીસ ને જાણ કરતા અમરોલી પોલીસે 500ની બનાવટી ચલણી નોટ વટાવનારની ધરપકડ કરી હતી. તેની સાથે વધુ એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.

કોન્સ્ટેબલ દ્વારા તપાસ: આ બાબતે અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, અમરોલી પોલીસ સ્ટેશનમાં એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તેઓ પોતે પાનનો ગલ્લો ચલાવે છે. તેમની પાસે એક વ્યક્તિ બે થી ત્રણ વખત 500ની બનાવટી નોટ લઈને આવી રહ્યો છે. જેથી આ બાબતને અમે ગંભીરતાથી લઈ ગતરોજ ફરી પાછી કોલ આવતા અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ફરિયાદીના પાનનો ગલ્લો હતો. ત્યાં જ હાઉસિંગ બોર્ડમાં નકલી બનાવટી નોટ પધરાવ નાર વ્યક્તિના ઘરે અમારા બે કોન્સ્ટેબલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Surat Crime : પ્રેમસંબંધમાં ફઈના છોકરાએ યુવતીની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવાનો વાપર્યો માસ્ટર પ્લાન

ચલણી નોટો જપ્ત કરી: પોલીસે 500 અને 50ની એમાં કુલ 181 બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. વધુમાં જણાવ્યું કે, આ તપાસ દરમિયાન પોલીસને 500 અને 50ની એમાં કુલ 181 બનાવટી ચલણી નોટ મળી આવી હતી. જેમાં 50ની 32 નોટ હતી અને 500ની 149 નોટ હતી. પોલીસે બનાવટી નકલી ચલણી નોટ અને તેમની સાથે આરોપી વિષ્ણુ અને તેના ભાઈ શાંતિલાલને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.