સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈનો કુખ્યાત ગેંગસ્ટર જેમ્સ ઉર્ફે સેમ જેફરી અલ્ડમેડાની મુંબઈથી ધરપકડ કરી છે. આ આરોપીએ થોડા દિવસ પેહલા સચિન વિસ્તારમાં એક ઘરમાં રાત્રી દરમિયાન ઘુસીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. તે ઉપરાંત તેની ઉપર લૂંટ, પોલીસ પર ફાયરિંગ, ધાડ, બંગાળમાં ગેંગ સાથે ઈન્ક્મટેક્ષ ઓફિસર બની એક ઘરમાં ઘુસીને 35 લાખની લૂંટ પણ ચલાવી હતી. ગાડી ઉપર ફેક નંબર પ્લેટ લગાડીને ચોરીને અંજામ આપવામાં આવતો હતો.
'સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ યોગેશ્વર પાર્ક અને શીલા રેસીડેન્સીમાં લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ લાગી ગઈ હતી અને પોલીસને આ તપાસમાં એક લિંક મળે છે કે આ ચોરીમાં એક અલ્ટો કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી પોલીસને જાણવા મળ્યું કે આ ગાડી ઉપર ફેક નંબર પ્લેટ લગાડીને ચોરીને અંજામ આપવામાં આવતો હતો. તેનો ઓરીજનલ નંબર પ્લેટ મુંબઈનો હોય છે જેથી આ મામલે પોલીસ મુંબઈ તપાસમાં જાય છે.' -લલિત વાઘોડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ક્રાઈમ બ્રાન્ચ
બંદુકથી ફાયરિંગ કરીને લૂંટ: વધુમાં જણાવ્યું હતું કે કે, પોલીસને મુંબઈમાં તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરીને અંજામ આપનાર જેમ્સ ઉર્ફે સેમ જેફરી છે. આ આરોપી ખૂબ જ સાતીર છે. તેણે આખા ભારત દેશમાં બંદુકથી ફાયરિંગ કરીને લૂંટ કરી છે. તે ઉપરાંત બે વખત પોલીસ ઉપર પણ ફાયરિંગ કરી ચૂક્યો છે. તેને પકડવા માટે આપણી અન્ય પોલીસની ટીમ પણ મુંબઈ પહોંચી હતી અને ત્યાં જોગેશ્વર પાર્કમાંથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આરોપીએ પોલીસ પર કરી ચુક્યો છે ફાયરિંગ: વધુમાં જણાવ્યું હતું કે, આ આરોપીએ 2004માં જગદીશ ડાયા સાથે મળીને ફાયરિંગ કરીને એક વ્યક્તિનું મર્ડર કર્યું હતું. ત્યારબાદ 2005 માં પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે તેને રોકવામાં આવ્યો હતો ત્યારે તેણે પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. તે ઉપરાંત મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં લૂંટ કરી ભાગી રહ્યો હતો ત્યારે પોલીસ તેને પકડવા ભાગી હતી પોલીસ અને આરોપી વચ્ચે ફાયરિંગ થઈ હતી. જેમાં તેને પેટના ભાગે ગોળી વાગી જતા તે હોસ્પિટલમાં એડમિટ થયો હતો અને તે પકડાઈ ગયો હતો.
ઈન્કમટેક્ષ ઓફિસર બની કરી ચોરી: આરોપીએ 2015માં કર્ણાટકમાં ઈન્ક્મટેક્ષ ઓફિસર બની એક ઘરમાં ઘુસીને 35 લાખની લૂંટ ચલાવી હતી. તેના વિરુદ્ધમાં 2015 માં મહારાષ્ટ્રમાં મકોકા જેવી કલમ લગાવામાં આવી હતી અને ત્યારબાદ 2019 માં તે છૂટ્યો હતો. જેલમાં હતો ત્યારે તેની ઓળખ મોદ્દીન શેખ જોડે થઇ હતી. તેઓ સુરતમાં ચોરીનો અંજામ આપવાનો પ્લાન બનાવે છે. જેલમાંથી બહાર આવ્યા બાદ નવસારી અને ત્યારબાદ સુરતમાં ચોરી કરી હતી. આ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.