સુરત: શહેરમાં ફરી એક વખત માથાભારે યુવતીએ જાહેરમાં રૌફ જમાવવાનું ભારે પડ્યું છે. અગાઉ જે વિસ્તારમાં ભૂરી ડોનનો આતંક હતો ત્યાં હાલ નવી યુવતીએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. જેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે ભાવના નામની યુવતીની ધરપકડ કરી છે. પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.
રૌફ જમાવવું ભારે પડ્યું: સુરતમાં માથાભારે યુવતીને જાહેરમાં રૌફ જમાવવું ભારે પડ્યું છે.વિડીયો વાયરલ થતા પોલીસે યુવતીની ધરપકડ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં જાહેર રોડ પર ચપ્પુ લઈને મારામારી કરતી એક યુવતીનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી યુવતી અને તેના સાગરિતની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસનો જયારે તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. વિડીયોમાં યુવતી જાહેરમાં ચપ્પુ જેવા હથિયાર સાથે રોફ જમાવતી હોવાનું જાણવા મળ્યું હતું.
6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા: એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં આ વિડીયો કાપોદ્રા પુણાગામ સ્થિત નાલંદા સ્કુલના ગેટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું. વિડીયોમાં દેખાતી યુવતી ભાવનાબેન ઉર્ફે ભાવિકા અનીલભાઈ વાળા હોવાનું બહાર આવ્યું હતું. તેની સાથે તેના સાગરીતો રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાડો સુરેશભાઈ પરમારની ધરપકડ કરાઈ છે.ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે રામુ બાડો રીઢો ગુનેગાર છે અને તેની સામે વરાછા, કાપોદ્રા, પુણા, ડુમ્મસ, અમરોલી પોલીસ મથક મળી કુલ 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે.
ફોરવ્હીલ ચાલક સાથે ઝઘડો: આરોપી ભાવના દમણમાં હત્યાના પ્રયાસનો જયારે તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ છે . આ તમામ આરોપીઓ ગત 26 જાન્યુઆરી 2023ના રોજ દમણ ખાતે તેના બે મિત્રો સાથે ગયા હતા. અને તે વખતે રોડ પર ફોરવ્હીલ ચાલક સાથે ઝઘડો થતા રોડ પર આવેલા હોટેલના માલિક સાથે મારામારી કરી છરાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા. અને તે મામલે દમણમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે લોકોને લાગ્યું કે આ ભૂરી ડોન નો વિડીયો છે જે અગાઉ આ જ વિસ્તારમાં આવી જ રીતે પોતાનું આતંક મચાવતી હતી.