ETV Bharat / state

સુરતમાં 91 કિલો ગાંજાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપીને દબોચતી એસઓજી, કારખાનામાં નોકરી કરતો હતો

સુરતમાં 91 કિલો ગાંજો પકડાવાના કેસમાં દોઢ વર્ષ પહેલાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જેમાં કેસનો મુખ્ય આરોપી વોન્ટેડ હતો તે આજે પકડાયો છે. સુરત એસઓજીએ તેને ઝડપી લીધો છે.

સુરતમાં 91 કિલો ગાંજાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપીને દબોચતી એસઓજી, કારખાનામાં નોકરી કરતો હતો
સુરતમાં 91 કિલો ગાંજાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપીને દબોચતી એસઓજી, કારખાનામાં નોકરી કરતો હતો
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 5:47 PM IST

સુરત : શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 91 કિલો ગાંજાના કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી બાલકૃષ્ણ ક્રિનાથ ગૌડ છેલ્લા દોઢ વર્ષથી આ કેસમાં ફરાર હતો. આરોપીના સાથીઓને એસઓજીએ 91 કિલો ગાંજા સાથે ઝડપી પાડયા હતાં. આ કિલો ગાંજાની કિંમત 9,14,690 હતી. હાલ પોલીસે આ કેસ બાલકૃષ્ણ ગૌડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તે સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહી નોકરી કરતો હતો.

દોઢ વર્ષ પહેલાં 91 કિલો ગાંજાના કેસમાં વોન્ટેડ : સુરત શહેરના સરથાણા વિસ્તારમાં દોઢ વર્ષ પહેલાં 91 કિલો ગાંજાના ગુનામાં નાસતા ફરતા આરોપીની શોધખોળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી હતી. આ વચ્ચે એસસોજીને માહિતી મળી હતી કે આ કેસમાં વોન્ટેડ બાલકૃષ્ણ સુરત શહેરના વરાછા વિસ્તારમાં છે અને અજન્ટા ઇન્ડસ્ટ્રીયલ ખાતામાં નોકરી કરે છે. આ અંગેની જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 25 વર્ષીય બાલકૃષ્ણ મૂળ ઓરિસાના ઘનશ્યામ જિલ્લાનો રહેવાસી છે.

આ કેસમાં આરોપી બાલકૃષ્ણ વોન્ટેડ હતો. જેની શોધખોળ છેલ્લા દોઢ વર્ષથી એસઓજી દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે પોલીસને જાણકારી મળી કે આરોપી સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા અજન્ટા ઇન્ડસ્ટ્રીયલ ખાતામાં નોકરી કરે છે. જે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..એ.પી.ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર, એસઓજી )

ગાંજાની કિંમત 9.14 લાખ : આ સમગ્ર મામલે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.ચૌધરીના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આશરે દોઢ વર્ષે પહેલા તેણે ઓરિસ્સાના ઘનશ્યામ જિલ્લામાં રહેતા તેના મિત્ર રાજેન્દ્ ગાંજાનો જથ્થો મોકલેલો હતો. જેને પોતાના કડોદરામાં સંતાડી રાખેલ હતો. ગાંજાનો જથ્થો તેને આરોપી અરવિંદ પ્રજાપતિએ આપ્યો અને તે રિક્ષામાં લઈને અન્ય આરોપી બલરામને ઉત્કલનગર સુરતમાં આપવા જઈ રહ્યો હતો. આ ગાંજો 91.46 કિલો હતો અને જેની કિંમત કુલ 9.14 લાખ હતી. એસઓજીએ આ ગાંજાને સરથાના પોલીસ સ્ટેશનની હદમાં ઝડપી પાડયો હતો.

  1. Banaskantha Crime : બનાસકાંઠાના વડા ગામમાં એસઓજી પોલીસના દરોડા, ખેતરમાં ઊભેલા કરોડો રૂપિયાના ગાંજાના છોડ જપ્ત
  2. Surat Crime News: સુરત ગ્રામ્ય એસઓજીએ ગાંજા વેચતા એકની કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.