ETV Bharat / state

Surat Crime: સુરતમાં ગાડીના કાચ તોડી ચોરી કરનાર તમિલનાડુ ત્રીજી ગેંગના 10 સભ્યો ઝડપાયા - Tamil Nadu gang Surat

ગંદુ ફેંકી અથવા તો દસ-વીસની નોટ નાખી ફોર વ્હીલ ગાડીના કાચ તોડી બેગની ઉઠાંતરી કરનાર તમિલનાડુની ત્રીચીની ગેંગને ઝડપી પાડી સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. સુરત, આણંદ અને રાજકોટ સહિતના અલગ અલગ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ત્રીચી ગેંગના 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ તમિલનાડુના તિરુચિરાપલ્લીના રહેવાસી છે.

સુરત, આનંદ અને રાજકોટ ફોર વહીલ ગાડીના કાચ તોડી ચોરી કરનાર તમિલનાડુ ત્રીચી ગેંગના 10 સભ્યો ઝડપાયા

author img

By

Published : Apr 21, 2023, 1:47 PM IST

સુરત, આનંદ અને રાજકોટ ફોર વ્હીલ ગાડીના કાચ તોડી ચોરી કરનાર તમિલનાડુ ત્રીજી ગેંગના 10 સભ્યો ઝડપાયા

સુરત: ગુજરાતના સુરત,આણંદ અને રાજકોટના ચાર અલગ અલગ ગુનાને અંજામ આપનાર તમિલનાડુ ત્રિચી ગેંગના 10 સભ્યોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી ચોરી કરવા રિક્ષામાં બેસીને નીકળતા હતા. ટાર્ગેટ વાળા વિસ્તારમાં જઈ ફોર વ્હીલ કારની રેકી કરતા હતા. કાર માલિક કારમાં ન હોય અને તેની અંદર બેગ અથવા તો કિંમતી સામાન મુકેલ દેખાય તો આ ગેંગના અન્ય સભ્યો આજુબાજુ નજર રાખી ઉભા રહેતા હતા. જ્યારે આ ટોળકીનો એક સભ્ય પોતાની પાસેની ગીલોલ વડે કારના કાચ ઉપર છરો મારી આગળ નીકળી જતો હતો.

આ પણ વાંચો Surat News : ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસે ઉઘરાણાના મામલે તપાસનો આદેશ

ચોરી કરી નાસી જતા: આ ટોળકીના અન્ય સભ્ય તૂટેલા કાચ માંથી હાથ નાખી કારની અંદર મુકેલી બેગ કે પર્સ ઉઠાવી અન્ય સભ્યો સાથે જગ્યા છોડી નાસી જતા હતા. એટલું જ નહીં જો કાર ચાલક કારમાં હોય તો આ ટોળકીના સભ્યો તેને જણાવતા હતા કે તેના પૈસા પડી ગયા છે. કાર ચાલક જ્યારે નીચે જોઈએ ત્યારે બીજી તરફનો દરવાજો ટોળકીના સભ્ય ખોલી નજર ચૂકવી કિંમતી સામાન બેગ અથવા તો લેપટોપ ચોરી કરી નાસી જતા હતા.

નદીનો ઉપયોગ: આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, તમિલનાડુ ત્રિચી ગેંગના સભ્યો ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ બીજા શહેરમાં ચાલ્યા જતા હતા. એટલું જ નહીં તેઓ પોલીસના પકડમાં ન આવે આ માટે કોઈ હોટલમાં રોકાણ કરતા ન હતા. આ ગેંગના સભ્યો રેલવે સ્ટેશન ફૂટપાથ કે કોઈ બ્રિજની નીચે ખુલ્લી જગ્યામાં રાત્રિના સમયે રોકાતા હતા. જાહેર શૌચાલય કે નદીનો ઉપયોગ કરતા હતા.

આ પણ વાંચો Surat Crime : બે યુવાન પર જીવલેણ હુમલો કરાતા ત્રીજો વ્યક્તિ કુહાડી લઈને આવ્યો બચાવવા, જૂઓ વિડીયો

લોખંડના ગોળ છરા: આ ટોળકીના 10 જેટલા સભ્યો તમામ તમિલનાડુના રહેવાસી છે. આરોપીઓએ ટીમ લીડર કિટ્ટટુ વેલુ સાથે સુરત શહેર રાજકોટ અને આનંદ ખાતે આવી જ રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસેથી દોરી રબર બેન્ડ અને હેર પીન વડે બનાવેલ ચોકલેટના રેપરની ગીલોલ જપ્ત કરી છે. અઢી લાખથી વધુ રોકડા રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી 97 નાના લોખંડના ગોળ છરા જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.