સુરત: નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગની બહેનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાખડી બાંધી 400 કમળ આપી લોકસભામાં 400 બેઠક મળે તેવી શુભકામના આપી છે. તે સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની જેઓ જમ્મુ કાશ્મીરથી અહીં નર્સિંગ કોલેજમાં અભ્યાસ લઈ રહ્યા છે. તેવી 22 વિદ્યાર્થીનીઓ દ્વારા પણ પ્રદેશ અધ્યક્ષને કમળ આપી આવનારી લોકસભાની ચૂંટણીમાં વિજય થાય તેવી શુભકામનાઓ પાઠવી છે.
"સુરત નવી સિવિલ હોસ્પિટલની 400 જેટલી નર્સિંગ સ્ટાફની બહેનો દ્વારા જેઓ 400 કમળ પણ સાથે લઈને આવ્યા હતા. 2024ના લોકસભાના ઇલેક્શનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 400 કમળ સાથે 400 સીટ સાથે વિજય થાય તેવા ઉદ્દેશ્ય સાથે તમામ લોકો કામે પણ લાગ્યા હતા. તેની માટે હું તેમનો આભારી છું. આ નર્સિંગ સ્ટાફમાં કેટલીક દીકરીઓ જેઓ જમ્મુ કાશ્મીરની છે. આપણે સૌની સાથે ચાલવાની ભાવના અહીં દેખાઈ રહી છે."--સી.આર.પાટીલ ( ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ )
જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્ર: આ બાબતે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓની જેઓ જમ્મુ કાશ્મીરથી અહીં નર્સિંગ કોલેજમાં અભ્યાસ લઈ રહ્યા છે તે એક વિદ્યાર્થીને જણાવ્યું કે, અમે દર વર્ષે અહીં રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવા માટે આવીએ છીએ. અમે જમ્મુ કાશ્મીરથી આવ્યા છીએ.એમ કુલ 22 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે આવીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક અમારું એડમિશન નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ કોલેજમાં કરવામાં આવ્યું છે. તથા જયાંથી 370ની કલમ લાગુ થઈ છે તે સમય દરમિયાન થી અમે જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્ર રીતે રહી રહ્યા છે.
પ્રદેશ પ્રમુખને 400 કમળ: આ બાબતે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની જેઓ જમ્મુ કાશ્મીરથી અહીં નર્સિંગ કોલેજમાં અભ્યાસ લઈ રહ્યા છે. તેવી અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, આજે અમે પ્રદેશ પ્રમુખને 400 કમળ આપ્યા છે. એક કમળ આપ્યા પાછળનો અમારો ઉદ્દેશ એ છે કે, આગળના દિવસમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે તે લોકસભાની ચૂંટણીમાં 400 થી વધુ સીટ આવે અને ફરી એક વખત તેમની સરકાર બને આ સરકારથી અમે ખૂબ જ ખુશ છીએ. તો આગળ પણ આ સરકાર આવે તેવી અમારી ઈચ્છા છે.