સરથાણા વિસ્તારમાં રોષે ભરાયેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લોકોના જીવને જોખમમાં મુકનાર બિલ્ડર હરસુખ વેકરીયા સહિતના ક્લાસીસના સંચાલક સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.
જ્યાં સુધી ટ્યુશન કલાસીસ ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન કરે ત્યાં સુધી તમામ ટ્યુશન કલાસીસ બંધ રાખવાનો કમિશ્નરે આદેશ કર્યો હતો. સુરતની આ આગના પડઘા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં પડ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્યમાં ચાલતાં ટ્યુશન ક્લાસીસમાં જ્યાં સુધી ફાયરસેફ્ટીની તપાસ ન થાય ત્યાં સુધી ક્લાસીસ બંધ કરવાના આદેશ અપાયા છે.