સુરત: નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે. તેની જગ્યા ઉપર નવી બિલ્ડીંગ ઉભી કરવામાં આવશે. જોકે ઘણા સમયથી આ બિલ્ડીંગને લઈને ચર્ચાઓ કરવામાં આવતી હતી. ઘણી વખત એવું બનતું હતું કે, વોર્ડમાં સ્લેબ અને પોપડા પડતા હતા. જેને લઇને હોસ્પિટલ દ્વારા જે તે વોર્ડનું રીનોવેશન કરાવામાં આવતું હતું. પરંતુ એમ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ આખી જર્જરીત થઈ ચૂકી છે. જેથી હવે અંતે તેને ખાલી કરી તેને પાડીને નવી ઈમારત તૈયાર કરાશે. તેની જગ્યા ઉપર નવી બિલ્ડીંગ ઉભી કરીને તમામ વિભાગો નવી ઈમારતમાં શિફ્ટ કરી દેવાશે.
આ પણ વાંચો Surat News: વરાછા ખાડીની સફાઇ મુદ્દે ઉગ્ર રજૂઆત, MLA કુમાર કાનાણીની આંદોલન કરવાની ચીમકી
જર્જરીત થઈ ચૂકી: ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે,અમારી નવી સિવિલની જૂની બિલ્ડીંગ ખૂબ જ જર્જરીત થઈ ચૂકી છે. જેની માટે સરકાર તરફથી 400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.આ જૂની બિલ્ડીંગમાં દર્દીઓ માટે ખૂબ જ ભયજનક હતું. કારણ કે, ઘણી વખત સ્લેબ પોપળા પડવાની ઘટનાઓ બની ચુકી હતી. જેને કારણે દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેથી તે જગ્યા ઉપર જૂની બિલ્ડીંગ પાડીને નવી બિલ્ડીંગ ઉભી કરવામાં આવશે. જેથી સરકાર દ્વારા અમને એવું આદેશ કરવામાં આવ્યો છે કે, નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ એક સાથે તોડવામાં આવશે.
ત્રણ વર્ષનો સમય જશે: વધુમાં જણાવ્યું કે, જેથી સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડીંગમાંથી જે નવી હોસ્પિટલની બે બિલ્ડીંગો બનાવવામાં આવી છે. એમાંથી એક કિડની બિલ્ડીંગ અને બીજી એમસન હોસ્પિટલ એમાં સીફ્ટ કરવામાં આવશે. જૂની બિલ્ડીંગના જે પણ વિભાગો હશે. તેને એમસન હોસ્પિટલમાં સીફ્ટ કરવામાં આવશે. સર્જીકલ કિડની બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે. આ શિફ્ટિંગ નવી બિલ્ડીંગ બની ન જાય ત્યાં સુધી રહેશે. નવી સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગ બનાવવા માટે લગભગ ત્રણ વર્ષનો સમય જશે.