સુરતઃ સુરત એ ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગ તો ખરો, પણ તેની સાથે ટેક્સટાઈલ માર્કેટ, યાર્ન બજાર, સાડીઓનું હોલસેલ અને રીટેઈલ બજાર તથા ખાંડ ઉદ્યોગ છે. સુરતની ઘારી, લોચો, ખમણ અને જમણ વખણાય છે. સુરતીઓ સુરતીલાલા તરીકે જાણીતા છે. આ એ જ લહેરીલાલાઓનું સુરત આજે લૉક ડાઉનમાં સાવ સૂમસામ બની ગયું છે.
લૉક ડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવાની શરૂ કરી છે. સુરતમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરા ઉડાડીને પાંચથી વધુ લોકો એકઠા થાય તો તેમની સામે ધારા 144 ભંગની ફરિયાદ કરી છે. ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ હેઠળ સુરતમાં 250 ગુનાઓ નોંધાયા છે. માટે ઈટીવી ભારતની અપીલ છે કે ઘરમાં રહો… સુરક્ષિત રહો…
આપને અમે આજે ઘરે બેઠા, ડ્રોનની નજરે સુરત બતાવીએ....