સુરત : શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં 10 વર્ષનો બાળક તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજ્યું છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા હળપતિ વાસમાં રહેતા 30 વર્ષીય રણજીતસિંહ સિંગ જેઓ ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાનો છે. એક છોકરો 5 વર્ષનો અને મોટો છોકરો 10 વર્ષનો જેમાં મોટો છોકરો લવકુશ ગઈકાલે સાંજે 6 વાગ્યાથી ઘરથી નીકળ્યો હતો, પરંતુ મોડી રાતે સુધી ઘરે પહોંચ્યો ન હતો. અંતે પરિવાર વેહલી સવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવા જતા લવકુશની બોડી તળાવમાંથી મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના ગઈકાલે સાંજે છ વાગે બની હતી. મૃતક કિશોર લવકુશ સિંગ જેઓ પોતાના ઘરે નાસ્તો લેવા માટે જઈ રહ્યો છું તેમ કહી સાયકલ લઈને નીકળી પડ્યો હતો, ત્યારબાદ મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવારે તેની શોધખોળ કરી હતી. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ વહેલી સવારે પરિવાર જ્યારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવા જઈ રહ્યા હતા, ત્યારે તેઓને ધામકા નજીક તળાવમાં લવકુશ ન મૃતદેહ મરણ હાલત મળી આવ્યો હતો. - રાજકિશોર તિવાર (ASI, ઈચ્છાપોર પોલીસ સ્ટેશન)
બાળક અભ્યાસ કરતો હતો : વધુમાં જણાવ્યુ કે, સવારે સાત વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતની માહિતી મળતા જ અમે પેટ્રોલિંગ હતા. જેથી અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં બાળકના મૃતદેહનો કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો હતો. હાલ આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. લવકુશ ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી ગ્લોબલ હાઈસ્કૂલમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો. તેમના પિતા ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.