ETV Bharat / state

Surat Chaos : ચોર્યાસી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો હતો. ટોલ પ્લાઝા પર હોબાળો મચાવતા હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. જોકે, ઘટનાની જાણ પોલીસને થતાં બનાવ સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. (Choryasi Toll Plaza)

author img

By

Published : Feb 4, 2023, 12:23 PM IST

Surat News : ચોર્યાસી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો

ચોર્યાસી ટોલ પ્લાઝા પર હંગામો

સુરત : ભારતની લાઈફ લાઈન એટલે નેશનલ હાઇવે સારા રસ્તા અમે સારી સુવિધાને લઇ ટોલ કંપની વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવતી હોય છે. પણ સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્ત લઈને ચોર્યાસી ટોલ બુથ હમેશા વિવાદમાં રહ્યું છે. સ્થાનિક વાહન ચાલકો પાસે ફરી ટોલ ઉઘરાવવાનું નક્કી કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એકવાર કામરેજના ચોર્યાસી ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર હંગામો કર્યો હતો.

વિરોધ પ્રદર્શનના સંકેત : લોક ટોળું ભેગું થઇ જતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હાલ તો મામલો થાળે પાડ્યો હતો. ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક જી.જે. 5 અને જી. જે 19 વાહન ચાલકો પાસે 50 ટકા ટોલ 5 તારીખથી શરૂ કરવાનું નક્કી કરાતા સ્થાનિક વાહન ચાલકોએ એનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે હાલ તો પોલીસે મામલો થાળે પાડ્યો છે, પણ આવનાર સમયમાં ટોલ ઉઘરાવવાને લઇ સ્થાનિકો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે એવા સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચો : ટોલ પ્લાઝા પર ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનના માર્ગની ચીમકી

થોડા દિવસ પહેલા મારામારી : આ પહેલા પણ કામરેજના ચોર્યાસીના વિવાદાસ્પદ ટોલ નાકાનો વિવાદ સામે આવ્યો હતો. એક ડમ્પર ચાલકની ટોલ કર્મીઓ સાથે બબાલ થતા મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. ગત ૮ જાન્યુ.રાત્રે નવ વાગ્યા આસપાસ ટોલ પ્લાઝા પાસેથી પસાર થતા ડમ્પર ચાલકે ટોલ ભર્યા વગર ટોલ કર્મીઓને બૂમ બેરિયર હટાવવા કહેતા ટોલ કર્મીઓ ટોલ ટેક્ષનો આગ્રહ રાખતા મામલો ઉગ્ર બન્યો હતો. ડમ્પર ચાલક અને ટોલ કર્મીઓ વચ્ચેની માથાકૂટ થતા ચાલકે ડમ્પર બુથ લાઈન વચ્ચે જ બંધ કરી દેતા વાહનોની લાંબી કતાર થઈ ગઈ હતી, ત્યારે આજુબાજુના ટોલ બુથ કર્મીઓની વિનંતીથી ડમ્પર સાઇડે કર્યું હતું.

આ પણ વાંચો : કર્ણાટકમાં ટોલ પ્લાઝા સાથે બસ અથડાઈ, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

સોમનાથ હાઇવે પર ટોલબુથ : થોડા મહિના પહેલા જુનાગઢ સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડારી ગામ નજીક ટોલ નાકાના કર્મચારીને કેટલાક અજાણ્યા શખ્સોએ માર મારતા હોય તે પ્રકારનો CCTV વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઓફિસમાં બેઠેલા કર્મચારી પર અચાનક ધસી આવેલા ટોળાએ મારામારી કરી હતી. જેમાં ટોલ બુથના એક કર્મચારીને ઇજાઓ થઈ હતી. જેને લઈને વેરાવળ તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.