ETV Bharat / state

Board Exam: પગ તૂટ્યો હિંમત નહીં, વોકરના સહારે વિદ્યાર્થિની પહોંચી પરીક્ષા આપવા - student arrived at Exam Centre with Leg Injury

સુરતમાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે અહીં એક પરીક્ષા કેન્દ્ર પર એક એવી વિદ્યાર્થિની આવી હતી, જે સૌકોઈ માટે ઉદાહરણરૂપ સાબિત થઈ હતી. કારણ કે, તેને પગમાં ઈજા પહોંચી હોવાથી તે વોકરના સહારે પરીક્ષા આપવા પહોંચી હતી.

Board Exam: પગ તૂટ્યો હિંમત નહીં, વોકરના સહારે વિદ્યાર્થિની પહોંચી પરીક્ષા આપવા

author img

By

Published : Mar 14, 2023, 5:56 PM IST

પરીક્ષા માટે કરી મહેનત

સુુરતઃ નારી તું કદી ના હારી, નારી તું નારાયણી આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે સુરતની બોર્ડની એક વિદ્યાર્થિનીએ. શહેર સહિત રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે સુરતમાં ધોરણ 10માં ભણતી ચાર્મી નામની વિદ્યાર્થિનીને પગમાં ગંભીર ઈજા હોવા છતાં તે વોકરના સહારે પરીક્ષા આપવા પહોંચી હતી. આ પરીક્ષા માટે તેણે રાતદિવસ મહેનત પણ કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પગમાં ઈજા હોવા છતાં વિદ્યાર્થિની પરીક્ષા આપવા આવતા તે સૌકોઈ માટે ઉદાહરણરૂપ સાબિત થઈ હતી.

આ પણ વાંચોઃ Board Exam 2023 : પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે પત્નીને બોર્ડની પરીક્ષા અપાવતો પતિ

પરીક્ષા માટે કરી મહેનતઃ લાખો વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી રહ્યા છે. આ માટે તેમણે મહેનત પણ કરી છે, પરંતુ આવી મહેનત દરમિયાન જો કોઈને શારીરિક ઈજા થઈ જાય તો તેની સીધી અસર શારીરિક તો થશે જ, પરંતુ માનસિક રીતે પણ જોવા મળે છે. જોકે, આવી પરિસ્થિતિમાં પણ મનોબળ મજબૂત રાખી ધોરણ 10ની વિદ્યાર્થિની આજે પરીક્ષા આપવા પહોંચી હતી. એક મહિના પહેલાં એક રોડ અકસ્માતમાં તેનો પગ તૂટી ગયો હતો અને ઑપરેશન પણ કરાવવામાં આવ્યું હતું. ડૉક્ટરે તેને બેડરેસ્ટની સલાહ આપી હતી અને એક મહિના બાદ બોર્ડની પરીક્ષા પણ હતી. જોકે, પરીક્ષા માટે તેને આવી પરિસ્થિતિમાં પણ રાત દિવસ મહેનત કરી હતી.

વિદ્યાર્થિની વોકરના સહારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચીઃ રાજ્યભરમાં આજે બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. લાખો વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા માટે ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યાં હતાં. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ તણાવમાં પણ જોવા મળ્યા હતા, પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં આજે પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. આજે જ્યારે ચાર્મી પરીક્ષા આપવા આવી તો તેને લોકો જોતા રહી ગયા હતા. કારણ કે, પગમાં ફેક્ચર હોવા છતાં તે બોર્ડની પરીક્ષા આપવા આવી હતી. વૉકરના સહારે તે વિદ્યાર્થિની ચાલતી પરીક્ષા ખંડ સુધી પહોંચી હતી. તેને જોઈ શાળાના સ્ટાફ અને તેને પરીક્ષા ખંડ સુધી પહોંચાડવા મદદ પણ કરી હતી.

આ પણ વાંચોઃ Surat News : ટ્રાફિકમાં ફસાયેલા બોર્ડ પરીક્ષાર્થીઓ માટે મદદગાર સુરત પોલીસ, સમયસર કેન્દ્ર પર પહોંચાડવા શું કર્યું જૂઓ

રિઝલ્ટ પણ સારું આવશેઃ આ અંગે વિદ્યાર્થિની ચાર્મીએ જણાવ્યું હતું કે, રોડ અકસ્માતમાં એક મહિના પહેલાં મારો પગ તૂટી ગયો હતો, પરંતુ મેં વિચારી લીધું હતું કે, ફેક્ચર હોવા છતાં પણ હું પરીક્ષા માટે તૈયારી કરીશ અને પરીક્ષાને લઈ રાતદિવસ મહેનત પણ કરી છે. પરીક્ષાને લઈ મારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને મારું રિઝલ્ટ પણ સારું આવશે તેવી મને આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.