ETV Bharat / state

PM Narendra Modi : પીએમ મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં તેમને ટ્રિબ્યુટ આપવા માટે સુરતના આર્ટિસ્ટે ગોલ્ડ જરીથી તસ્વીર બનાવી - PM મોદીના કાર્યકાળના નવ વર્ષ

સુરતના આર્ટિસ્ટે PM મોદીની તસવીર સોનાના ચમકથી ઝળહળી કરી છે. આર્ટિસ્ટે આઠ હજાર પ્રતિ કિલોના કિંમતની રીયલ ગોલ્ડ જરીથી PM મોદીની તસવીર 5થી 7માં બનાવી છે, ત્યારે હાલ આ તસવીર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ કે, વર્ષો પહેલા રીયલ ગોલ્ડ જરી રાજા રજવાડાઓ પોતાના પરિધાનમાં વાપરતા હતા.

PM Narendra Modi : પીએમ મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં તેમને ટ્રિબ્યુટ આપવા માટે સુરતના આર્ટિસ્ટે ગોલ્ડ જરીથી તસ્વીર બનાવી

author img

By

Published : Jun 8, 2023, 3:31 PM IST

Updated : Jun 8, 2023, 5:01 PM IST

PM મોદીના કાર્યકાળના નવ વર્ષ થતાં ટ્રિબ્યુટ, સુરતના આર્ટિસ્ટે તસવીર સોનાના ચમકથી ઝળહળી કરી

સુરત : આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો પાસે તેમની અનેક તસવીરો અને પોર્ટેટ છે, પરંતુ સુરતના એક આર્ટિસ્ટ દ્વારા જે તેમની પોર્ટેટ તૈયાર કરવામાં આવ્યું છે તે ખૂબ જ અલગ અને અનોખું છે, કારણ કે આ પોર્ટેટ સુરતની ઓળખ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. ગોલ્ડ જરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોર્ટ્રેટમાં જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થતા સુરતના આર્ટિસ્ટ વિપુલ જેપીવાલા દ્વારા આ ખાસ પોટ્રેટ ટ્રિબ્યુટ તરીકે તૈયાર કરવામાં આવી છે.

PM મોદીનું પોટ્રેટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થઈ ગયા છે, જેને લઈ દેશભરમાં ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇન વિપુલ જેપીવાલા એ ખાસ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. આ રીયલ ગોલ્ડ જરીથી પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે. પોર્ટ્રેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર છે. દરેક તસવીરમાં 10થી 12 ગ્રામ ગોલ્ડ જરી વાપરવામાં આવી છે. વર્ષો પહેલા રીયલ ગોલ્ડ જરી રાજા રજવાડાઓ પોતાના પરિધાનમાં વાપરતા હતા. ગોલ્ડ જરી ખાસ કરીને સાડી અને ડ્રેસ પર વાપરવામાં આવતી હતી, પરંતુ ધીમે ધીમે આ પરંપરા ઓછી થઈ ગઈ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો અને તેમના પ્રોજેક્ટોથી પ્રભાવિત થઈ સુરતના વિપુલ જેપીવાલા એ કેટલાક પોટ્રેટ તૈયાર કર્યા છે જે ખૂબ જ આકર્ષક લાગે છે.

રીયલ ગોલ્ડ જરીથી PM મોદીની તસવીર
રીયલ ગોલ્ડ જરીથી PM મોદીની તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા વોકલ ફોર લોકલની વાત કરતા આવ્યા છે. તેમના કાર્યકાળને નવ વર્ષ થતાં અમે આ ખાસ ગોલ્ડ જરીમાં પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. એમને ટ્રિબ્યુટ આપવા માટે તેમની આ તસવીર તૈયાર કરી છે કારણ કે જરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે તેઓએ અનેક કાર્યો કર્યા છે. અગાઉ ગોલ્ડ ઝરી સાડી અને ડ્રેસમાં વપરાતી હતી. ગોલ્ડ જરીની કિંમત આઠ હજાર પ્રતિ કિલો હોય છે. આ તસ્વીરમાં 10થી 12 ગ્રામ ગોલ્ડ જરી ઉપયોગમાં લેવાય છે. તસવીર બનાવવામાં 5થી 7 દિવસ લાગ્યા છે ખાસ 23.5 કેરેટ ગોલ્ડની જ જરી હોય છે. - વિપુલ જેપીવાલા (આર્ટિસ્ટ)

તસવીર સોનાની ચમકથી ઝળહળી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ દરમિયાન અનેક નિર્ણયો અને પ્રોજેક્ટ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેઓ પોતે જ્યારે ગુજરાત આવે છે તો ખાસ કરીને ગુજરાતીઓ ગૌરવની લાગણી અનુભવે છે. આ જ કારણ છે કે, ગુજરાતી હોવાના કારણે વિપુલ જેપીવાલા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી છે. જ્યારે ધ્યાનથી આ તસ્વીરને જોવામાં આવે તો પીએમ મોદીની તસવીર સોનાની ચમકથી ઝળહળી ઊઠે છે. આ પોર્ટ્રેટ ખાસ આ માટે પણ છે કારણ કે હાલ કોઈ પણ ગોલ્ડ જરીનો વપરાશ હાલ લોકો સાડી અને ડ્રેસ પર નહીંવત કરે છે.

  1. Miniature Artist in Rajkot : રાજકોટના મુકેશ આસોડિયાની એન્જીનિયરિંગ ક્રાફ્ટનું આશ્ચર્ય, મિનિએચર વેહિકલ બનાવી દોડતા કર્યા
  2. Martyred Soldier : સુરતમાં છ દાયકા બાદ પરિવારને મળ્યો તેમના શહીદ પુત્રનો ફોટો
  3. સુરતના આર્ટિસ્ટ દ્વારા નીરજ ચોપરાની સિદ્ધિને બિરદાવવા ખાસ રંગોળી બનાવાઈ

Last Updated : Jun 8, 2023, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.