સુરત: અમદાવાદમાં બનેલી ઘટનાની કોઈ અસર જ નથી તેવું જોવા મળી રહ્યું છે. આ નબિરાઓ પોતાની મસ્તીમાં જ મશ્ગુલ છે. રાતના સમયે ઘાતકી ઘુવડ બનીને ફરતા નબીરા લોકોના જીવ સામે જોખમ ઉભુ કરી રહ્યા છે. ફરી એક વખત એવો બનાવ સુરતમાં સામે આવ્યો છે. જેમાં શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા સ્નેહ મુદ્રા સોસાયટી નજીક એક લાલ રંગની કાર બીઆરટીએસ રૂટમાં ગફલત રીતે દોડી આવી રહી હતી.
સારવાર અર્થે હોસ્પિટલ: અચાનક જ ત્રણ બાઈક અલગ સહિત 3 લોકોને તેને અટફેટે લીધા હતા. આમ તો બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોને પ્રવેશ પ્રતિબંધ છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે પરંતુ રાત્રી દરમિયાન બીઆરટીએસ રૂટમાં લાલ રંગની આ કારને પુરઝડપે ચલાવી રહેલા ચાલકે ત્રણ બાઈક સવાર સહિત એક રાહ ગીરને લીધા હતા. જેમાં બે લોકોને ઈજાઓ થઈ છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
20 ફૂટ જેટલા બાઈક ઢસડી નાખ્યા: લાલ રંગની સ્વિફ્ટ કાર લઈને નીકળેલા ચાલક કાર ગફલત રીતે હાંકી રહ્યો હતો આ જ કારણ છે કે જ્યારે બાઈક સાથે ટક્કર થઈ ત્યારે 20 ફૂટ જેટલા બાઈક ઢસડી નાખ્યા હતા. આ ઘટના બાદ તેને કાર રોકી હતી અને સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. કારચાલકને કારમાંથી કાઢીને ઢોર મારવામાં આવ્યો હતો અને સાથે જ કાપોદ્રા પોલીસ મથકમાં જાણ કરાયો હતો. સ્થાનિક લોકોએ માર મારતા કારચાલકને પણ સરકારી સ્મિમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
"કાપોદ્રા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી કે કાર ચાલકે ત્રણ બાઇક સવાર તેમજ એક રાગીરને લીધા છે આ ઘટના અંગે જાણકારી મળતા પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે કાર ચાલક નશામાં છે. કારચાલકની અટકાયત કરવામાં આવી છે અને તે દારૂના નશામાં હતો કે નહીં તે અંગે સેમ્પલ લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે" -- એમ.બીવાછડી (કાપોદ્રા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર)
ઓપરેશન કરવું પડશે: આ ઘટનામાં કિસન હીરપરા નામના યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો તેના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારો પુત્ર કિશન એટીએમમાં ગયો હતો અને ત્યાંથી રૂપિયા ઉપાડીને ઘરે જ ફરી રહ્યો હતો. તે દરમિયાન ઘટના બની હતી. પૂર ઝડપે આવી રહેલા કારચાલકે તેને અને અન્ય લોકોને અડફેટે લીધા હતા. તેને ફેક્ચર થયો છે અને એક પગ પણ ગંભીર રીતે ગયો છે ડોક્ટરે જણાવ્યું છે કે ત્રણ જેટલા ઓપરેશન કરાવવા પડશે.
સીસીટીવી ફૂટેજ આવ્યા સામે: સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ રીતે આરોપી સાજન પટેલ ગફલત રીતે બીઆરટીએસ રૂટમાં કાર હાકી રહ્યો છે. સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ રીતે તેની કારે ચાર લોકોને અડફેટે લીધા છે. આરોપી સાજન પટેલ કાર લે-વેચનો ધંધો કરે છે. સોશિયલ મીડિયા પર તેણે અનેક વીડિયો મૂક્યા છે. જે માટે ઓવર સ્પીડમાં કાર હાકી રહ્યો છે એટલું જ નહીં એક વીડિયોમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો હોય તેવો પણ દેખાઈ રહ્યો છે.