સુરત આમ આદમી પાર્ટીના નેતાઓ (Surat AAP candidate) જ્યારે ગુજરાત આવે છે, ત્યારે અહીંના આરોગ્ય તંત્રની ઉપર સવાલો ઉભા કરતા હોય છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચતી નથી. તેવી વાતો કરે છે. ત્યારે સુરત વરાછા બેઠકના ઉમેદવાર (Candidate from Surat Varachha seat) અને પૂર્વ આરોગ્યપ્રધાન (Former Health Minister) કિશોર કાનાનીએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, વરાછા બેઠકના AAPના ઉમેદવાર (AAP candidate from Varachha seat) અને પાસના કન્વીનર (Convenor of PAAS) અલ્પેશ કથીરિયાની માતાનું ઘૂંટણનો ઓપરેશન મા કાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાત સાંભળીને અલ્પેશ કથીરિયા પણ પલટ વાર કર્યો છે.
કિશોર કાનાણી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના અલ્પેશ કથીરિયાના જવાબ પાસના કન્વીનર અને આમ આદમી પાર્ટીના વરાછાના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ ભાજપના ઉમેદવાર કિશોર કાનાણી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના જવાબ આપતા જણાવ્યું હતું કે, હું સ્વીકારું છું કે માં કાર્ડ થકી મારા માતાનો ઘુંટણનું રિપ્લેસમેન્ટ સર્જરી (Knee replacement surgery) થઈ છે. આ કોઈ ચૂંટણીનો મુદ્દો નથી. તમને અત્યારે મારી મા યાદ આવી. જ્યારે હું 14 મહિના જેલમાં હતો ત્યારે તમે ક્યારે મારી માની સહાય કરી હતી હું દેશના નાગરિક અને ગુજરાતના નાગરિક હોવાના કારણે સુવિધાનો લાભ લીધો છે. તમે આ કાર્ડ કઢાવીને આપ્યું નથી, હું ટેક્સ ભરું છું, કરવેરો અને ઇન્કમટેક્સ ભરું છું તમારો હક અને અધિકાર છે. એમાં કુમાર ભાઈ કોઈ અહેસાન નથી.
તમે નામર્દ છો અલ્પેશ કથીરિયા વધુમાં કિશોર કનાણી પર પ્રહારો કરતા કહ્યું હતું, કે તમારા કારણે જ મારો જેલવાસ હતો જેલમાં હતો, ત્યારે મારા માતાનો ઓપરેશન થયું હતું. એ પરિસ્થિતિ તેમજ પીડાને હું ભોગવી છે અને જો તમને મારી માતાનું દુખ હતું, તો ત્યારે તમે કોઈ મારી માતા માટે દવા પણ લઈને આવ્યા ન હતા. માતા અને પરિવારના નામે રાજકારણ કરવું એ ખોટું છે. તેને હું વખોડું છું. તમે જો સોશિયલ મીડિયાના માધ્યમથી વાતો કરો છો. તમે કહો છો કે હું વરાછાનો સાવજ છું. મીડિયાના માધ્યમથી તમને કહેવા માગું છું કે તમે નામર્દ છો. માતાનું નામ ઉછાળીને રાજનીતિ કરો છો. હું વ્યાજ સહિત જે કોઈપણ ખર્ચ થયો છે. હું રકમ પરત કરીશ.