આ સમગ્ર ઘટના અંગે સરથાણા પોલીસ મથકમાં 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બિલ્ડર હરસુલ વેકરિયા, જીગ્નેશ પાગડાળ અને ડ્રૉઈંગ ક્લાસના સંચાલક ભાર્ગવ ભુતાણી સામે ફરિયાદ કરવામાં આવી હતી. હાલમાં ભાર્ગવની ધરપકડ કરાઈ છે. અન્ય બે લોકો પોલીસની પકડથી દૂર છે.
IPCની કલમ 304, 308, 114 મુજબ ગુનો દાખલ થયો છે. પોલીસ દ્વારા શહેરમાં 144ના અંતર્ગત બધા ટ્યુશન કલાસીસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પહેલા ફાયર સેફટીની તાપસ થાય પછી જ ટ્યુશન કલાસીસ ચાલુ કરવામાં આવશે. ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટની નકલ કલાસના બારણે લગાડ્યા પછી જ કલાસ ચલાવવામાં આવશે. જે લોકોએ પોતાના સભ્ય ખોયા એમને જલ્દીથી જલ્દી ન્યાય મળશે.
પોલીસે લોકોને સાથ સહકાર આપી અને કાયદો વ્યવસ્થાને પોતાના હાથમાં ન લેવા વિનંતી કરી છે. હાલ ઘટના સ્થળની તપાસ ચાલુ છે અને આગ લાગવાનું કારણ શું હતું એની પણ તાપસ ચાલુ છે.
જે પણ ગુનેગાર હશે એના વિરૂદ્ધ પણ પગલાં લેવાશે.