સુરત: વરાછા પોલીસે સેન્ટ્રલ જીએસટીમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર અધિકારીની ધરપકડ કરી છે. જીએસટીના ક્લાસ 2 ઓફિસર પર આરોપ છે કે તેને સુરતના કાપડના વેપારીના ત્યાં રેડ કરીને 80 લાખ જીએસટી ભરવાનો બાકી છે. તેમ જણાવી 45 લાખ રૂપિયા સેટલમેન્ટ કરવાની વાતો કરી તોડ કર્યો હતો. લાખો રૂપિયાની સેલેરી હોવા છતાં જીએસટીના ક્લાસ 2 અધિકારી બેફામ વેપારીઓ પાસેથી તોડ કરતો હતો પોલીસે જીએસટીના અધિકારી સહિત બે લોકોની ધરપકડ કરી છે.
સુરત વરાછા પોલીસ મથકમાં ફરિયાદ: સુરતના મગોબ વિસ્તાર ખાતે રહેતા અને કાપડના વેપાર સાથે સંકળાયેલા ધીરેન્દ્ર સિંહ રાજપુરોહિતે સુરત વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા લોકો તેના બોમ્બે માર્કેટ ખાતે આવેલા દુકાનમાં આવી પોતાની ઓળખ જીએસટીના અધિકારીઓ તરીકે આપી હતી. તેને ધમકી આપવામાં આવી હતી કે એના જીએસટી ભરવાના 80 લાખ રૂપિયા બાકી છે. ત્યારબાદ તેને જણાવવામાં આવ્યું હતું કે પૈસા તો ભરવા જ પડશે નહીંતર તારું નામ ખરાબ થઈ જશે અને અધિકારીઓ તેના ઘરે આવીને તપાસ કરશે.
45 લાખ રૂપિયા સેટલમેન્ટ આપવું પડશે: એટલું જ નહીં દુકાને આવેલા લોકોએ જણાવ્યું હતું કે જો 80 લાખ ન ભરવું હોય તો 45 લાખ રૂપિયા સેટલમેન્ટ આપવું પડશે. આરોપીઓએ દુકાન અને તેના ઘર પર જઈને સાત લાખ રૂપિયાના તોડ પણ કર્યા હતા. આખરે વેપારીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તોડબાજ જીએસટી અધિકારીની ધરપકડ કરી હતી.
'30 માર્ચના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે 3 ઇસમો બોમ્બે માર્કેટ ખાતે ધીરજ ફેશન નામની દુકાનમાં જઇ ત્યાં વેપારીને જણાવ્યું હતું કે, તેમની ત્યાં છેલ્લા બે વર્ષ દરમિયાન પાંચ કરોડ થયું છે અને ચણિયાચોળીમાં 12 ટકા જીએસટી લાગે છે. સાડીની અંદર 5 ટકા જીએસટી લાગે છે. ફરિયાદીને આવી રીતે દબડાવવામાં આવ્યું હતું કે તમે ચણિયાચોળી વધારે વેચો છો 12% જે જીએસટી નો ડિફરેન્સ છે છેલ્લા બે વર્ષનું ભરવાનું થાય છે એમ કુલ 80 લાખ રૂપિયા ભરવાના થાય છે.' -અલ્પેશ ગાબાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, વરાછા
આરોપીઓ ફરિયાદીના ઘરે પણ ગયા હતા: સાથે તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓએ સાથે જણાવ્યું હતું કે 80 લાખ રૂપિયા જો ન ભરવું હોય તો 45 લાખ રૂપિયા ભરવા પડશે વાડાઘાટ પછી તેઓએ વેપારીના કાઉન્ટરમાં જે 7 લાખ પડ્યા હતા તે આરોપીઓએ લઈ લીધા હતા. ફરિયાદીના સાથે લઈ ફરિયાદીના ઘરે જઈ ત્યાંથી પણ બીજા પાંચ લાખ રૂપિયા મેળવી ફરિયાદીને ફરી બોમ્બે માર્કેટ છોડી ચાલ્યા ગયા હતા. અંગે ફરિયાદી વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime: તાજ હોટેલમાં તાશ કે પત્તે, હાઈપ્રોફાઈલ કહેવાતા લોકો શકુની બની બેઠા હતા
સીસીટીવીના આધારે ધરપકડ કરાઈ: પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે રાકેશ શર્મા સેન્ટ્રલ જીએસટીમાં ક્લાસ 2 ના ઓફિસર છે. તેઓ જીએસટી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓએ આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે. આરોપીએ પોતાના બાતમીદાર પાસેથી માહિતી મેળવીને વેપારીને ત્યાં રેડ કરવાનું પ્લાન કર્યું હતું. અમે સીસીટીવી ફૂટેજ અને જે ગાડીથી તેઓ આવ્યા હતા તેના નંબરના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો Ahmedabad Crime: આજે તો 108 માં તારો મૃતદેહ જશે, એમ કહીને આધેડની હત્યા કરી નાંખી