સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા કેવલ (Surat Dindoli area)આવાસમાં રહેતી 27 વર્ષીય ચાંદની સંતોષકુમાર મોરિયાએ ગતરોજ સાંજે પોતાના ત્રણ મહિનાના બાળકને સુવડાવી પોતાના રૂમમાં જઈ કોઈ કારણોસર પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા (Suicide In Surat) કરી છે. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યાનો ગુનો નોંધી આગળની (Surat Dindoli Police)તપાસ હાથ ધરી હતી.
ડિંડોલી વિસ્તારમાં મહિલાની આત્મહત્યા - આ મામલે મૃતક ચાંદનીના દિયર સંજય મોરિયા જણાવ્યું કે ગતરોજ સાંજે હું જોબ પરથી આવ્યો ત્યારે ઘરની જાળી અંદરથી બંધ હતી અને અંદર જોરજોરથી બાબુનો રડવાનો અવાજ આવતો હતો. મેં બુમ પાડી. પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. અંતે મારા પાડોશીઓને બોલાવીને જાળી તોડી અંદર ગયો ત્યારે ભાભી રૂમમાં લટકતા હતાં અને બીજા રૂમમાં બાબુ રડી રહ્યો હતો. બાદમાં 108ની પણ જાણ કરવામાં આવી હતી. અમે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા અહીં ફરજ પરના ડોક્ટરે ભાભીને મૃત જાહેર કર્યા હતાં.
આ પણ વાંચોઃ Suicide In Surat: ઓનલાઇન કેસિનો રમવું ભારે પડ્યું, 30 લાખનું દેવું થતાં યુવકે જીવન ટુંકાવ્યું
પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી - મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યુંને ખ્યાલ નથી. હાલ આ બાબતે પરિવારને કશું ખબર નથી.સંજયે વધુ જણાવ્યું કે અમારુ પરિવાર સુખશાંતિથી ચાલી રહ્યું છે. હાલ તો પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. આ બાબતે મૃતક ચાંદનીના પતિએ જણાવ્યુ કે મને કશું જ ખ્યાલ નથી કે કયા કારણસર તેણે આ પગલું ભર્યું છે. અમારા લગ્નને ત્રણ વર્ષ થઈ ચૂક્યાં છે. પરંતુ તેણે કોઈને કહ્યા વગર કશું વિચાર્યા વગર આ પગલું ભર્યું તે મને સમજાતું નથી.
આ પણ વાંચોઃ Suicide Case in Surat : સુરતમાં MBBS ડૉક્ટરનું PG-NEETના મેરીટ લિસ્ટમાં નામ ન આવતા કરી આત્મહત્યા