ETV Bharat / state

સુરતમાં અફીણની ડિલિવરી કરવા રાજસ્થાનના વિદ્યાર્થીનો ઉપયોગ - રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી

સ્કૂલ-બેગમાં અંદાજે બે કિલો જેટલો અફીણનો જથ્થો લઈને રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી (Opium delivery in school-bags) કરવા આવી રહેલા ધોરણ-9ના વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. નશાના કારોબારીઓ કિશોરોનો ઉપયોગ (Opium smuggling by student in surat) કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ 1.98 લાખના અફીણના જથ્થા સાથે પકડી પાડીને કોને આપવાના હતા એ સહિતની વધુ તપાસ હાથ ધરી રહી છે.

સુરતમાં અફીણની ડિલિવરી કરવા રાજસ્થાનના વિદ્યાર્થીનો ઉપયોગ

author img

By

Published : Dec 2, 2021, 5:38 PM IST

  • સુરતમાં ડ્રગ્સ માફિયાઓનુ નવુ કરતબ
  • વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને નશીલા પદાર્થો ઘુસાડવા પ્રયાસ
  • અફીણની હેરાફેરી કરવા માટે 5000 રૂપિયા અપાતા હતા

સુરત: નશાના કારોબારીઓ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી માટે હવે વિદ્યાર્થીઓનો સહારો લઈ રહ્યા છે. આ ઘટસ્ફોટ સુરતની પુણા પોલીસે કર્યો છે. 16 વર્ષીય રાજસ્થાનના વિદ્યાર્થીને અફીણની હેરાફેરી (Surat Opium Smuggling) કરવા માટે ડ્રગ્સ માફિયાઓ 5000 રૂપિયા આપતા હતા. સ્કૂલ બેગમા અફીણની હેરાફેરી (Opium smuggling by student in surat) કરનાર વિદ્યાર્થીને ઝડપી પાડી પોલીસ હવે મુખ્ય સુત્રધારની શોધખોળ કરી રહી છે. રાજસ્થાનથી સ્કૂલ-બેગમાં 1.98 લાખનું અફીણ લાવનાર વિદ્યાર્થી 9માં ધોરણમાં ભણે છે.

સુરતમાં અફીણની ડિલિવરી કરવા રાજસ્થાનના વિદ્યાર્થીનો ઉપયોગ

એક પછી એક નશાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી સુરત પોલીસ

સુરત પોલીસ નશાના કારોબાર સામે લાલ આંખ કરીને એક પછી એક નશાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે હાલ રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતા અફીણના કારોબારનો પર્દાફાશ થયો છે, જેમાં ચોંકાવનારી રીતે નશાના જથ્થાને ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ-બેગમાં અંદાજે બે કિલો જેટલો અફીણનો જથ્થો લઈને રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી (Opium delivery in school-bags) કરવા આવી રહેલા ધોરણ-9ના વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. નશાના કારોબારીઓ (Surat drug mafia ) કિશોરોનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ 1.98 લાખના અફીણના જથ્થા સાથે પકડી પાડીને કોને આપવાના હતા એ સહિતની વધુ તપાસ હાથ ધરી રહી છે. પકડાયલ બાળકિશોર પાસે નશાના સોદાગર સ્કૂલ-બેગમાં અફીણની હેરાફેરી કરાવતા હોવાનું બહાર આવ્યું છે.

સુરતમાં અફીણ ડિલિવરી કરવા રાજસ્થાનના વિદ્યાર્થીનો ઉપયોગ

સુરત ડિલિવરી આપવા આવ્યો હતો વિદ્યાર્થી

રાજસ્થાનથી 1.980 કિગ્રા અફીણ, જેની કિંમત.રૂ 1.98 લાખ છે, વગર પાસ પરમિટે પોતાની પાસે રાખી સુરત ડિલિવરી કરવા આવેલા વિદ્યાર્થીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. 16 વર્ષીય વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે, અફીણનો જથ્થો આરોપી-ગોપાલ રતનજી શર્મા પાસેથી લઈ સુરત ડિલિવરી આપવા આવ્યો હતો. વિદ્યાર્થીને ડિલિવરી લેનારા અજાણ્યા ઇસમના નામ-સરનામાની ખબર નથી, મોબાઇલ નંબરની પણ ખબર નથી. કિશોરને અફીણની ડિલિવરી કરવા માટે 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

ચેલેન્જ સમાન મોડસ ઓપરેન્ડી

પૂછપરછમાં વિદ્યાર્થીએ પોતાની પાસે નશીલો પદાર્થ હોવાની હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે જ્યારે બેગ તપાસ્યું તો તેમાંથી નશાકારક વસ્તુ હોવાનું જણાતા વિદ્યાર્થીને તે બાબતે પૂછ્યું હતું. પોલીસની પૂછપરછમાં વિદ્યાર્થીએ રાજસ્થાનના એક શખ્સ દ્વારા અફીણનો જથ્થો સુરત ડીલીવરી કરવાનું હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થી પહેલીવાર જ અફીણની ડિલિવરી કરવા માટે આવ્યો હતો પૂછપરછમાં વિદ્યાર્થીનું એવું પણ કહેવું છે કે, અત્યાર સુધી અન્ય કોઈ વ્યક્તિ અફીણ ડિલિવરી કરવા માટે આવતો હતો, પરંતુ કોઇ કારણસર તે નહીં આવી શકતા મને મોકલવામાં આવ્યો હતો. હાલ પોલીસે વિદ્યાર્થીની ધરપકડ કરી અફીણનો 1.98 લાખનો જથ્થો જપ્ત કરી લીધો છે. વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં સામેલ મુખ્ય આરોપી સુધી પહોચવાની તજવીજ કરી રહી છે. જો કે જે રીતે નશાના સોદાગરો દ્વારા વિદ્યાર્થીનો ઉપયોગ નશાની વસ્તુઓની ડિલિવરી કરવા માટે કરવામાં આવ્યો છે તે જરૂરથી ચિંતાનો વિષય છે. પરંતુ પોલીસ માટે હવે આ નવી મોડસ ઓપરેન્ડી (new modus operandi of drug mafia in surat) ચેલેન્જ સમાન પણ બની છે.

આ પણ વાંચો: સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ

આ પણ વાંચો: War Against Drugs : સુરત SOGએ 58.530 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.