સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઇને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિ-આક્ષેપનો કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. ભાજપ-આપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર(War between BJP and Aam Aadmi Party) હોવાનું મનાય છે. ત્યાકે સુરતના સરથાણા વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ(Clash between AAP and BJP workers) થયું હતું. કાર્યકરોએ એક બીજા પર પથ્થરમારો કર્યો હતો અને કારમાં તોડફોડ કરી હતી.
ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો: આપ આદમી પાર્ટી દ્વારા સુરતના કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સામે આવેલી માહિતી મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના અલ્પેશ કથેરીયાની જનસભા ચાલી રહી હતી. આ સભામાં અજય સિહોરા નામના વ્યક્તિની બાઈક આપના કાર્યકર્તાના બાઈક સાથે અડી જતાં બોલાચાલી થઈ હતી. AAPની સભા પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલય પર બબાલ થઈ હતી. આ દરમિયાન બબાલ એટલી હદે વધી કે, સામસામે પથ્થરમારો કરાયો હતો. ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા ભાજપનો એક કાર્યકર ઘાયલ થયો હતો. AAP અને ભાજપના કાર્યકરોના બબાલને લઇને નાશભાગ મચી જવા પામી હતી.
AAP અને ભાજપના કાર્યકરો સામસામે: સુરતમાં સરથાણાના યોગી ચોકમાં AAP અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. AAP અને ભાજપના કાર્યકરોએ એક બીજા પર પથ્થરના છૂટા ઘા ઝીંકયા હતા. પથ્થરમારો કરી AAP અને ભાજપના કાર્યકરોએ કારોમાં તોડફોડ કરી હતી. આ પથ્થરમારામાં કેટલાક ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાને લઇને અનેક લોકોને ઇજા પણ પહોંચી હતી. માહોલ તંગ થતા પોલીસ કાફલો અને BSF જવાનો પહોંચી ગયા અને મામલો થાળે પાડ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને BSFની ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સમગ્ર મામલો કાબુમાં લેવામાં આવ્યો છે.