ETV Bharat / state

મિલમાલિકોની દિવાળી બગાડનારા વેપારીઓનો કરાશે બહિષ્કાર, સમયસર પેમેન્ટ ચૂકવવા અપનાવ્યું કડક વલણ - Dyeing Processing Industries

સુરતમાં મિલમાલિકોને દિવાળી (Diwali Festival 2022) સમયે સમયસર પેમેન્ટ મળી રહે તે માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીએ કડક (South Gujarat Textile Processors Association) વલણ અપનાવ્યું છે. હવે પેમેન્ટ સમયસર ન કરનારા વેપારીઓએ કમિટી સામે આવવું પડશે. સાથે જ મિલમાલિકોએ વેપારીઓનો (textile merchants) બહિષ્કાર કરવાની પણ તૈયારી બતાવી છે.

મિલમાલિકોની દિવાળી બગાડનારા વેપારીઓનો કરાશે બહિષ્કાર, સમયસર પેમેન્ટ ચૂકવવા અપનાવ્યું કડક વલણ

author img

By

Published : Oct 20, 2022, 11:16 AM IST

સુરત દિવાળીનો તહેવાર નજીક છે ને તહેવારમાં બધા લોકોને પૈસાની તાતી જરૂરિયાત હોય છે. તેવામાં સુરતના મિલમાલિકોને દિવાળી (Diwali Festival 2022) સમયે સમયસર પેમેન્ટ મળી રહે તે માટે પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીએ કડક વલણ અપનાવ્યું છે. એટલે હવે અહીં સમયસર પેમેન્ટ ન કરનારા વેપારીઓએ (textile merchants ) હવે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીએ બનાવેલી કમિટી સમક્ષ આવવું પડશે. એટલું જ નહીં, સમયસર જો વેપારી પેમેન્ટ નહીં કરે તો મિલમાલિકોએ (Surat Textile Mills) વેપારીનો બહિષ્કાર કરવાની પણ તૈયારી બતાવી દીધી છે,

જોબચાર્જમાં વધારો કરવામાં આવે તેવી માગ વેપારીઓ અને મિલમાલિકો (Surat Textile Mills) વચ્ચે વેપાર સરળતાથી ચાલી રહેવા માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝે જોબચાર્જનો મુદ્દો આ વખતે નથી છેડ્યો. આ અંગે સાઉથ ગુજરાત પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ (South Gujarat Textile Processors Association) જિતુ વખારિયાએ જણાવ્યું હતું કે, પેમેન્ટના મુદ્દે સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનું વલણ કડક બનવાનું છે. જોબ ચાર્જમાં મીટરે 50 પૈસા કે 1 રૂપિયો વધારવામાં આવે તો, વેપારીઓને ( textile merchants) એક મુદ્દો પણ મળી રહે. તેમ જ દર વખતે ફોકસ માત્ર જોબચાર્જમાં વધારો કરવો એવો તો હોઇ શકે નહીં.

6,000 કરોડનું લેણું બાકી

એક સિક્કાની બે બાજુ તેમણે ઉમેર્યું હતું કે, કાપડ બજારનો વેપાર (Surat Textile Mills) અને ડાઈંગ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ (Dyeing Processing Industries) એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને એકબીજાના સહયોગથી આગળ વધે અને તંદુરસ્તી પણ જળવાઈ રહે એ વધુ મહત્વનું છે. પેમેન્ટનો ધારો વ્યવસ્થિત થાય તો આનાથી બંને પક્ષોને ફાયદો મળશે. વેપારીઓ (textile merchants) પર પેમેન્ટનું દબાણ આવતાં તેઓ પણ બહારગામના વેપારીઓને ધારા માટે દબાણ કરી શકશે.

6,000 કરોડનું લેણું બાકી આ અંગે સાઉથ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના (South Gujarat Textile Processors Association) પ્રમુખ જિતુ વખારીયાએ જણાવ્યું હતું કે, વેપારીને 30 દિવસમાં પેમેન્ટ ચૂકવવું પડશે. જો વેપારી (textile merchants) પેમેન્ટ નહીં ચૂકવે તો 2 ટકા વ્યાજ ચૂકવવું પડશે. મિલનું અસ્તિત્વ ટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. છેલ્લા 4 મહિનામાં 6 યૂનિટ બંધ થઈ ગયા છે. ઇન્ડસ્ટ્રીમાં 6,000 કરોડનું લેણું બાકી છે. જો પેમેન્ટ વેપારીઓ નહીં ચૂકવે તો કમિટી મળવા જશે ત્યારપછી પણ પેમેન્ટ નહીં ચૂકવશે તો વેપારીનો બહિષ્કાર કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.