અમદાવાદ: સુરતમાં આમ આદમી પાર્ટીના વધુ 6 જેટલા નગરસેવકોએ ભાજપનો ભગવો પહેરી ચુક્યા છે. આ બીજીવાર છે જયારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં જોડાયા હોય. આગાવ પણ 4 જેટલા નગરસેવકો પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે.
પક્ષપલટો કરનાર નગરસેવકની પ્રતિક્રિયા: પક્ષપલટો કરનાર નિરાલી પટેલે જણાવ્યું હતું કે, 'આમ આદમી પાર્ટીમાં મને અન્યાય થાય છે. અમારા વિસ્તારમાં વિકાસની વાતોને લઈને જ્યારે રજૂઆત કરવામાં આવતી હતી, ત્યારે અમારી વાતો સાંભળવામાં આવતી નઈ હતી. અમને વિચાર આવ્યો કે, અમે આ રીતે કઈ રીતે અમારા વોર્ડમાં કામ કરી શકીએ. જેથી અમને ખૂબ જ તકલીફ પડી રહી હતી. જેથી હું આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છું.'
હર્ષ સંધવીએ શું કહ્યું: સુરત શહેરના આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ બાબતે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે,જે પ્રકારે ગુજરાત રાજ્યની પ્રગતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌ નાગરિકોને એક સિક્કાને બે પ્યાલો અને સૌ નાગરિકોને એક સત્તાનો નહિ પરંતુ એક પરિવારનું નાતો છે. ટીમ ગુજરાત તરીકે ગુજરાતના નાગરિકો છેલ્લા વર્ષોથી વિકાસને અવિરત રીતે આગળ વધાવી રહી છે.
'આપ'ના પ્રદેશ અધ્યક્ષનું નિવેદન: સુરત શહેરમાં મોડી રાત્રે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવનાર આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. 50 થી 75 લાખ રૂપિયા કોર્પોરેટરોને આપવામાં આવ્યા છે. ભાજપ સામ દામ દંડ ભેદ કરી આમ આદમી પાર્ટીને એવી પક્ષથી હટાવવા માંગે છે. તેઓએ આ સમગ્ર ષડયંત્ર પાછળ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાને જવાબદાર ગણાવ્યા હતા.
આ પણ વાંચો Shah Mumbai visit: અમિત શાહ મુંબઈની મુલાકાતે, મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં હાજરી આપશે