- ગામમાં વધી રહેલા સંક્રમણને કારણે લેવાયો નિર્ણય
- તમામ દુકાનો બંધ રહી
- રસ્તાઓ સુમસામ બન્યા
સુરતઃ મઢી-સુરાલી ગામના સરપંચ દ્વારા ગામના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ વેપારીઓની એક બેઠક 2જી મેના રોજ સુરાલી માર્કેટયાર્ડમાં યોજાઇ હતી. જેમાં સરપંચના અધ્યક્ષ સ્થાને મઢી-સુરાલીમાં કોરોના કેર કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા જ સંક્રમણ અટકાવવા માટે નિર્ણયો લેવામાં આવશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ મહુવાના હીરાના કારખાના આઠ દિવસ સુધી બંધ રહેશે
કોરોના ગાઈડલાઈનનું પાલન ન થતા બન્ને ગામોમાં લાગુ થયું લોકડાઉન
મઢી અને સુરાલી ગામમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કરવામાં આવેલા રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા વ્યક્તિના પરિવારજનોએ પણ ગાઈડલાઈન અનુસાર રેપીડ ટેસ્ટ કરાવી આઇસોલેશનમાં રહેવાનું હોય છે. પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી. આ ઉપરાંત કેટલાક અનાજ કરિયાણા, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓના દુકાનદારો, દૂધ મંડળી સંચાલકો, સરકારી અને સહકારી બેન્ક દ્વારા પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં ન આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. આથી આવનારા દિવસોમાં બન્ને ગામોમાં કોરોનાના કેસમાં ભયંકર વધારો થાય તેવી સંભાવના રહેલી છે.
પંચાયત દ્વારા મઢી-સુરાલીમાં કોરોના કેર સમિતિની રચના
ગંભીર અને ભયાનક સ્થિતિનું નિર્માણ ન થાય અને મઢી-સુરાલી વિસ્તારમાં કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટે મઢી-સુરાલી ગામના સરપંચ દ્વારા ગામના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ વેપારીઓની એક બેઠક 2જી મેના રોજ સુરાલી માર્કેટયાર્ડમાં મળી હતી. જેમાં સરપંચના અધ્યક્ષ સ્થાને મઢી-સુરાલીમાં કોરોના કેર કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા જ સંક્રમણ અટકાવવા માટે નિર્ણયો લેવામાં આવશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં રાત્રિના 8 વાગ્યા બાદ કરફ્યૂનો ચુસ્ત અમલ, તમામ દુકાનો બંધ રહી
બુધવારથી શરૂ થયું લોકડાઉન, લોકોને સહયોગ આપવા અપીલ
મઢી અને સુરાલીમાં કોરોના કેર કમિટીની બેઠક મળી હતી. જેમાં આગામી 5મી મેથી 9મી મે રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન પાળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બુધવારથી લોકડાઉનની શરૂઆત થઈ હતી. સવારથી જ બન્ને ગામની દુકાનો અને બજાર જોવા મળ્યા હતા. સવારે 6થી 9 અને સાંજે 5થી 7 ક્લાક સુધી માત્ર દૂધની દુકાનો ખુલ્લી રહી હતી. દુકાનો અને બજાર બંધ રહેતા ગામના તમામ રસ્તાઓ પણ સૂમસામ જોવા મળ્યા હતા. પહેલા દિવસે મળેલા સારા પ્રતિસાદને લઈ આગામી 9મી મે સુધી લોકો આ રીતે બંધમાં સહયોગ આપે તેવી અપીલ સરપંચ દ્વારા કરવામાં આવી હતી.