ETV Bharat / state

Harsh Sanghvi Appeal : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભાડું લેવાની લાલચે ચીટરોને દુકાન ભાડે ન આપવાની અપીલ કરતાં હર્ષ સંઘવી - થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ

સુરત કાપડ બજારમાં વેપારના નામે છેતરપિંડી કરી લાખોનો માલ લઇ ઉડનછૂ થતાં લોકો વેપારીને ભારે મુસીબતમાં મૂકી દેતાં હોય છે. ત્યારે સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પમાં આવેલા રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વેપારીઓને પણ આવી છેતરપિંડીથી બચવા ચીટરોને દુકાન ભાડે ન આપવાની અપીલ કરી હતી.

Harsh Sanghvi Appeal : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભાડું લેવાની લાલચે ચીટરોને દુકાન ભાડે ન આપવાની અપીલ કરતાં હર્ષ સંઘવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 4:35 PM IST

Updated : Sep 9, 2023, 5:11 PM IST

વેપારીઓ સાથે સાફ વાત

સુરત : સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન અને સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ આજ રોજ દત્તક લીધેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી તથા સુરત પોલીસ કમિશનર સહિત માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં હર્ષ સંઘવી દ્વારા હર્ષ સંઘવીની વેપારીઓ સાથે સાફ વાત કરતાં ચીટરોને દુકાન ભાડે ન આપવાની અપીલ કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનોમાં સૂચના આપી છે : હર્ષ સંઘવીએ વેપારી હિતની વાત કરતાં કહ્યું કે કાપડ વેપારીઓની ધક્કો ન ખાવા પડે તે પ્રકારની પરિસ્થિતિ આપણે ઊભી કરવાની છે. ખાસ કરીને સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન અને પુણા પોલીસ સ્ટેશનના પીઆઇ એસીપી અને ડીસીબીને મારી સૂચના છે કે, આપણા સુરત શહેરના વેપારી મિત્રો વિશ્વાસથી કામ કરનાર વેપારી મિત્રોના રાત દિવસ કામ કરીને જે કાપડ બનાવ્યું હોય દેશના અલગ અલગ રાજ્યોમાં વેપાર અર્થે સાડી ડ્રેસ મટીરીયલ વેચ્યું હોય ત્યારે કોઈ અલગ અલગ રાજ્યોના વેપારીઓ આપણા શહેરના વેપારીઓ સાથે છેતરપિંડી ન કરે તે જોવું.

એવા છેતરપિંડી કરનાર વેપારીઓને પકડવાની જવાબદારી આપણી સૌની છે. આ વિશ્વાસને કાયમ અને મજબૂત બનાવવા માટે એક પણ કાપડ વેપારીઓની ધક્કો ન ખાવા પડે તે પ્રકારની પરિસ્થિતિ આપણે ઊભી કરવાની છે. આ પ્રકારના આપણે પ્રયાસ પણ કર્યો છે. તે પ્રયાસથી કેટલાક વેપારીઓને નિકાલ પણ આવ્યા છે. જે થકી આ પ્રકારના કેસમાં ઘણી બધી કામગીરી ઝડપથી થવા માંડી છે. તમારા અન્ય વેપારીઓની સ્થિતિ ખરાબ હોય ત્યારે તેમને ખબર આપવાની જવાબદારી પણ તમારા જેવા વેપારીઓની છે...હર્ષ સંઘવી (રાજ્ય ગૃહપ્રધાન)

ચિંતા વગર પોલીસ સ્ટેશન : વધુમાં જણાવ્યું કે પરંતુ આપણે પરિસ્થિતિ એવી બનાવી છે કે જેમ કે ખૂન, બળાત્કાર મારામારીના તમામ આરોપીને આપણે પકડીએ છીએ. તેજ રીતે આપણા વેપારીઓ ભાઈઓ સાથે ચિટીંગ કરનાર અન્ય વેપારીઓને પકડીએ એ પ્રકારની પરિસ્થિતિ ઉભી કરવાની છે. ત્યારે જ આપણને શાંતિ મળશે. સુરત અને સુરતના બહારના જે કેસો છે. તેને લઈને આપ સૌ લોકો ચિંતા વગર પોલીસ સ્ટેશને પહોંચો.

સાચી હકીકત સાથે ફરિયાદ : પોલીસ સ્ટેશનમાં તમે તમારી સાચી હકીકત સાથે ફરિયાદ આપો. અમે તમારા મુકેલા વિશ્વાસનું સો ટકા પાલન કરીશું. સૌને સો ટકા મદદ કરવાનું પ્રયત્ન કરીશું તથા કારણ વગર પણ અરજીઓ ન કરતા. જ્યારે તમારા અન્ય વેપારીઓની સ્થિતિ ખરાબ હોય ત્યારે તેમને ખબર આપવાની જવાબદારી પણ તમારા જેવા વેપારીઓની છે. પરંતુ કોઈ ચીટર વેપારી ચીટિંગ કરી ગયો તો એનો કેસ જરૂરથી કરજો.

ચીટરને દુકાન ભાડે ન આપો : હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે નાના મોટા ચીટર વેપારીઓ જેઓએ અલગ અલગ માર્કેટમાં બેથી ત્રણ વખત ચીટિંગ કરી હોય તેવા લોકોને માર્કેટમાં ભાડાની લાલચે ભાડે દુકાનો આપતા નહીં. તેની માટે ડેટા આધારિત કામગીરી શરૂ કરવામાં આવે અને આવા ચીટર વેપારીઓને માર્કેટના ચારે બાજુએથી બહિષ્કાર કરવો જોઈએ. જેથી આવા વેપારીઓ નવી દુકાને બેસીને બીજા મહેનતુ વેપારીઓનું ચીટિંગ ન કરી જાય. તેની જવાબદારી આપ સૌ વેપારીઓની છે. ટેક્સટાઇલ માર્કેટમાં ભંગાર લેવાનું, કચરો, ચીન્ની લેવાવાળા અસામાજિક તત્વોને પકડવાનું કામ પોલીસનું છે. આવા લોકો કોઈ બીજાને રાખી વેપારીઓને હેરાનગતિ કરે તેવા લોકોને કોઈ પણ એસોસિએશન કાં તો પછી કોઈપણ માર્કેટમાં રાખવું નહી.

  1. Cyber ​​Sanjeevani Abhiyan 2.0 : સુરત પોલીસ શીખવશે સાયબર ક્રાઈમથી બચવાના ફંડા, શું તમે આવો છો ?
  2. Surat Domestic Flight : સુરતથી ચાર શહેરોને જોડતી ફ્લાઈટ શરૂ, વેપારી વર્ગના લોકોને ખાસ લાભ
  3. Surat News : આ કેસ અમારા માટે નોર્મલ નથી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કેસ છે, હર્ષ સંઘવીના આ નિવેદન વિશે વધુ જાણો

Last Updated : Sep 9, 2023, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.