સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શિવેન્દ્ર ગુપ્તાનો બે કથિત ઓડિયો વાઇરલ થયો છે. આ કથિત વીડિયો સોશિયલ મીડિયામાં શિવેન્દ્ર ગુપ્તાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં જે કથિત ઓડિયો ક્લિપમાં હિન્દૂ સમાજના બાબાઓની મજાક ઉડાવવામાં આવી છે.

ઓડિયો માટે શખ્સ હિન્દૂ સાધુ-સંતોની આલોચના કરી મુસ્લિમ ધર્મ ગુરુ ચિસ્તીની કરી પ્રશંસા કરે છે અને કહે છે કે, દેશમાં કોઈપણ બાબા વિશ્વાસપાત્ર નથી...બ્રહ્મચર્ય જેવું કંઈ છે જ નઈ આ બધું નિયમ બનાવવાની વાત છેપ્લે બોય મેગેઝીનના લેખ વાંચવાની અને ફોટા વિશે ચર્ચા કરી. બ્રહ્મચર્યની મજાક ઉડાવવમાં આવી છે..હિંદુ સંતો અને અમેરિકન ક્રિમિનલ વચ્ચે કોઈ અંતર નથી એવી હિંદુ ધર્મ અને એની સંત પરંપરા વિશે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરતા સંભળાય છે.
24 ઓગસ્ટના રોજ શિવેન્દ્ર ગુપ્તાનો વાઇસ ચાન્સેલર તરીકે કાર્યકાળ પૂર્ણ થવાનો છે. હંમેશા વિવાદોમાં રહેતા શિવેન્દ્ર ગુપ્તાનો કથિત ઓડિયો CM ઓફિસ મોકલવામાં આવ્યો છે, આ સમગ્ર ઘટના અંગે દેવેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા કોઈ અજાણ્યા દ્વારા એક ઇમેલ આઇડી બનાવી વાઇરલ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે, જોકે ફેક ઇમેલ આઇડી બનાવવા અંગે સુરતના સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે.
આ કથિત ઓડિયો ક્લિપની Etv ભારત પુષ્ટી કરતું નથી.