ETV Bharat / state

સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો પરંતુ, વાત અહીંથી જ નથી અટકતી... - આશાદીપ સ્કુલ

સુરત: સુરતના એક શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો જેના બદલામાં વાલીઓએ પણ શિક્ષકને માર માર્યો હતો. આ ઘટના સુરતના નાના વરાછા સ્થિત આશાદીપ સ્કુલની છે. આખરે શાળાના સંચાલકો દ્વારા માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરીને સમાધાન કરી લેવામાં આવ્યું હતું. પરંતુ, શાળામાં ઘુસીને શિક્ષકોને માર મારવાના કેસમાં શિક્ષકો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીને તો માર માર્યો ત્યાર બાદમાં વાલીઓએ પણ શિક્ષકને માર માર્યો
author img

By

Published : Sep 25, 2019, 6:49 PM IST

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક શિક્ષક વિદ્યાર્થીને ઢોર માર મારી રહ્યો છે. સુરતના નાના વરાછા ખાતે આવેલા આશાદીપ સ્કુલ 1ની છે. CCTVમાં જોવા મળી રહ્યું છે કે, શિક્ષક વિદ્યાર્થીને માર મારી રહ્યો છે. આ વીડીયો હાલ સોશયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે. આ ઘટના બાદ વિદ્યાર્થીએ સમગ્ર મામલે વાલીઓને જાણ કરી હતી. જેથી વાલીઓનું ટોળું ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે સ્કુલ સંચાલકોને રજૂઆત કરી હતી. ગુરુના સ્થાનને લજવતી આ ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી, જેથી શાળા દ્વારા વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક વિપુલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીને તો માર માર્યો ત્યાર બાદમાં વાલીઓએ પણ શિક્ષકને માર માર્યો

પરંતુ, વાત અહીં નથી અટકતી રોષે ભરાયેલા વાલીઓએ બદલો પણ લીધો હતો. CCTVમાં જોવા મળી રહ્યું છે કે, કેટલાક લોકો એક વ્યક્તિને લાકડાના ફટકા અને લાત ઘુસાથી મારી રહ્યા છે. આ ઘટના પણ આશાદીપ સ્કુલ ૧ની જ છે. રોષે ભરાયેલા વાલીઓએ વિદ્યાર્થીને મારનો બદલો પણ લીધો હતો અને માર મારનાર શિક્ષકની ધોલાઈ કરી હતી. સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં વાલીઓ લાકડાના ફટકા લઈને આવ્યા હતાં. જેઓએ શિક્ષકને કલાસમાંથી બહાર કાઢીને માર માર્યો હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. શિક્ષકને માર મરાતા ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું સંચાલકોએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિદ્યાના મંદિરમાં આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય કહી શકાય ? આ ઘટનાથી વિદ્યાર્થીઓ પર કેવી અસર પડી શકે ? એક શિક્ષકે તો ગરિમા લાજવી જ હતી પરંતુ વાલીઓએ પણ શિક્ષકને માર માર્યો હતો. જો કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઇ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Intro:સુરત : એક શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો જેના બદલામાં વાલીઓએ પણ શિક્ષકને માર માર્યો હતો ઘટના સુરતના નાના વરાછા સ્થિત આશાદીપ સ્કુલની છે . આખરે શાળાના સંચાલકો દ્વારા માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દઈને સમાધાન કરી લેવામાં આવ્યું હતું. પરંતુ શાળામાં ઘુસીને શિક્ષકોને માર મારવાના કેસમાં શિક્ષકો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું

Body:સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે એક શિક્ષક વિદ્યાર્થીને ઢોર માર મારી રહ્યો છે આ ઘટના છે સુરતના નાના વરાછા ખાતે આવેલા આશાદીપ સ્કુલ 1 ની છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીને માર મારી રહ્યો છે આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યા છે આ ઘટના બાદ વિદ્યાર્થીએ સમગ્ર મામલે વાલીઓને જાણ કરી હતી જેથી વાલીઓનું ટોળું ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે સ્કુલ સંચાલકોને રજૂઆત કરી હતી ગુરુના સ્થાનને લજવતી આ ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી જેથી શાળા દ્વારા વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક વિપુલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. પરંતુ વાત અહી નથી અટકતી રોષે ભરાયેલા વાલીઓએ બદલો પણ લીધો હતો હવે આ સીસીટીવી ફૂટેજ પણ જુઓ.. આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકો એક વ્યક્તિને લાકડાના ફટકા અને લાત ઘુસાથી મારી રહ્યા છે આ ઘટના પણ આશાદીપ સ્કુલ ૧ ની જ છે જી હા રોષે ભરાયેલા વાલીઓએ વિદ્યાર્થીને મારનો બદલો પણ લીધો હતો અને માર મારનાર શિક્ષકની ધોલાઈ કરી હતી સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં વાલીઓ લાકડાના ફટકા લઈને આવ્યા હતાં. જેમણે શિક્ષકોને કલાસમાંથી બહાર કાઢીને માર માર્યો હોવાનું વીડિયોમાં દેખાય છે. શિક્ષકોને માર મરાતા ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું સંચાલકોએ કહ્યું હતું. Conclusion:પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાના મંદિરમાં આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય કહી શકાય ? આ ઘટનાથી વિદ્યાર્થીઓ પર કેવી અસર પડી શકે ? એક શિક્ષકે તો ગરિમા લાજવી જ હતી પરંતુ વાલીઓએ પણ શિક્ષકને માર માર્યો હતો જો કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઇ હોવાનું પણ જાણવા મળ્યું હતું
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.