સુરત: શહેરની એસઓજી પોલીસે (Surat SOG Police )પાંડેસરા નેમનગર પાસે જાહેર રોડ પર ટેબલ અને છત્રી (Sale of Dummy SIM Card in Surat)રાખી 200 રૂપિયામાં પ્રીએકટીવ સીમકાર્ડ વેચતા યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 11 પ્રીએક્ટીવ સીમકાર્ડ કબજે કર્યા હતા.
અલગ અલગ કંપનીના સિમકાર્ડ વેચવાનો ધંધો
SOG પોલીસને બાતમી(Surat SOG Police) મળી હતી કે વિશાલ શર્મા નામનો શખ્સ પાંડેસરા નેમનગર પાસે જાહેર રોડ ઉપર ટેબલ તથા છત્રી રાખી અલગ અલગ કંપનીના સિમકાર્ડ વેચવાનો ધંધો કરે છે અને તેની પાસે સીમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોની જાણ(Sale of Preactive SIM Card in Surat) બહાર તેમના નામે એકટીવ કરેલ સિમકાર્ડ પોતાની પાસે રાખી જે લોકો પાસે પોતાના આઈ - ડી પ્રુફ ન હોય તેવી વ્યક્તિ પાસે વધુ પૈસા લઈ આવા એક્ટીવ કરેલ સિમકાર્ડ વેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસે રેડ કરી આરોપી નામે વિશાલ જંગબહાદુર શર્માને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃ Rape Case in Surat : કિશોરી પર દુષ્કર્મની ઘટનામાં માતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
આરોપી એજન્ટ તરીકે નોકરી કરતો
પોલીસે તેની પાસેથી અગાઉથી એક્ટીવ કરેલા 11 સીમકાર્ડ કબજે કર્યા હતા. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે 9 હજારના પગારમાં એજન્ટ તરીકે નોકરી કરે છે. જો કોઈ ગ્રાહક તેની પાસે સીમકાર્ડ ખરીદવા આવે તો તેની પાસે પુરાવા લઈને તેની જાણ બહાર તે જુદી જુદી કંપનીના મોબાઈલ એપમાં સીમકાર્ડ એક્ટીવ કરાવી એક સીમકાર્ડ ગ્રાહકને આપતો અને વધારાનો તેની પાસે રાખતો હતો અને બાદમાં તે અન્ય કોઈ ગ્રાહક દસ્તાવેજ કે પુરાવા વિના તેની પાસે સીમકાર્ડ ખરીદવા આવે તો તે વધુ પાસા લઈને તે સીમકાર્ડ વેચતો હતો. આરોપી સામે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Child abduction in Surat: બહેનને બાળકની જરૂર હતી જેથી બે વર્ષના બાળકનું અપહરણ કર્યું