સુરત: રક્ષાબંધનના પર્વ (Raksha Bandhan 2022) પર આ વખતે એક ખાસ મીઠાઈને ડિમાન્ડ વધી છે. આ મીઠાઈ વેદિક છે અને સંપૂર્ણ રીતે આયુર્વેદિક ગ્રંથો અનુસાર તૈયાર કરવામાં આવી છે. ભસ્મયુક્ત સાથે અન્ય બદલીઓને વૈદિક પદ્ધતિથી (Vedic sweets in Surat)બનાવવામાં આવે છે સાથે મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ગીર ગાયના ઘીનો જ ઉપયોગ કરાય છે. આ વૈદિક મીઠાઈ (Ayurvedic Sweets)પોતે આયુર્વેદિક ફિઝિશિયન મીરા સાપરિયા પોતાના હાથથી બનાવે છે.
વૈદિક મીઠાઈની ડિમાન્ડ - રક્ષાબંધનનો પર્વ આવે (Raksha Bandhan 2022 Muhurat time )એટલે દરેક બહેનની ઈચ્છા હોય છે કે તે રક્ષા કવચની સાથે અવનવી મીઠાઈથી તેના ભાઈનું મોઢું મીઠું કરાવે છે. આ વર્ષે લોકો વેદિક મીઠાઈ પસંદ (Gujarati dessert)કરી રહ્યા છે. આ વૈદિક મીઠાઈની ડિમાન્ડ દેશના અન્ય રાજ્ય સહિત વિદેશોમાં પણ છે. આ વૈદિક મીઠાઈની ખાસિયત છે કે આ આયુર્વેદિક સંહિતાઓમાં ઉલ્લેખિત આયુર્વેદિક ઔષધી સાથે શુદ્ધ ઘીમાં સુવર્ણ ભસ્મ યુક્ત તૈયાર થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા અસરકારક - આ આ વૈદિક મીઠાઈઓ પોતે સુરતના આયુર્વેદિક ડો.મીરા સાપરીયાએ બનાવી છે. બજારમાં મળતી તમામ મીઠાઈ કરતા આ વૈદિક મીઠાઈમાં રોગપ્રતિકારક શક્તિ (Ayurvedic Sweets in Surat)વધારવા 10 ગણી અસરકારક સુવર્ણ ભસ્મ યુક્ત હોય છે. આ વૈદિક મીઠાઈને સુરત શહેરના જાણીતા આયુર્વેદિક ડો.મીરા સાપરીયાએ બનાવી છે.શહેરમાં હાલમાં જે ભાવે મીઠાઈઓ મળે છે તે જ ભાવમાં આયુર્વેદિક ઔષધો સાથે શુદ્ધ ઘીમાં સુવર્ણ ભસ્મ યુક્ત મીઠાઈ તૈયાર થાય છે.
આ પણ વાંચોઃ Sweet Prices on Raksha Bandhan: આ તહેવારોમાં મીઠાઈનો સ્વાદ બનશે 'કડવો'
10 ગણી વધુ અસરકારક - આયુર્વેદિક ક્યુઝીન એક્સપર્ટ તરીકે છેલ્લા 8 વર્ષથી ડો.મીરા સાપરીયા કાર્યરત છે. આયુર્વેદિક ઔષધોને આહાર-રસોઈમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય જેથી લોકોને આહારની સાથે ફાયદો પણ થાય તે બાબતે સંશોધન કરી અવનવી આયુર્વેદિક મીઠાઈઓ વાર-તહેવારે બનાવતા હોય છે. આ રક્ષાબંધનના પવ નિમિત્તે તેઓએ પોતાની ઈનોવેશન કરેલી સ્વીટ હની મસ્તી સુવર્ણ ભસ્મ યુક્ત કતરી બનાવી છે. જેમાં આયુર્વેદના બીજા ઔષધો સાથે સુવણ ભસ્મનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રક્ષાબંધનમાં પવિત્ર પર્વ નિમિતે દરેક બહેનની ઈચ્છા હોય કે ભાઈને મીઠાઈ ખવરાવી મોઢું મીઠું કરાવે. વૈદિક મીઠાઈથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને તે સોના-ચાંદીના વરખવાળી મીઠાઈ કરતા 10 ગણી વધુ અસરકારક પણ છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધન પર ભાઈ બહેન થશે ખુશ, આવી ગઈ છે તેમની મનપસંદ ફ્લેવરની કાજુકતરી
સુવણભસ્મનો પણ ઉપયોગ - ડો.મીરા જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને રોગપ્રતિકારક શક્તિ વધે તે આશયથી તેમની મિઠાઈમાં બીજા આયુર્વેદિક ઔષધો સાથે સુવણભસ્મનો પણ ઉપયોગ કર્યો છે. આ સિવાય રોગપ્રતિકારક શક્તિ વધારનાર ગળોસત્ત્વ, શ્વસનતંત્રપર કાય કરનાર સૂંઠ, પિપ્પલી, અભ્રકભસ્મ સ્મૃતિ વધક-વચા, તથા મીઠાઈ સરળતાથી પચે અને કેલ્શિયમ, આયન પણ શરીરને મળી રહે તેવા અન્ય ઔષધો પણ ઉમેરેલા છે. આ મીઠાઈ લેબ પ્રામાણિક છે. આ વર્ષે 500 કિલો વૈદિક મીઠાઈ બનાવી છે ખાસ કરીને કેનેડા જર્મની ઓસ્ટ્રેલિયા અમેરિકા સહિતના દેશોમાં પણ આ વૈદિક મીઠાઈની ડિમાન્ડ છે.