ETV Bharat / state

RTE Admission in Surat : 207 અરજીઓ ખોટી, સુરત ડીઇઓ દ્વારા આરટીઇ એક્ટ હેઠળ શાળા પ્રવેશ માટે ગેરરીતિની તપાસ શરુ

author img

By

Published : May 2, 2023, 2:34 PM IST

Updated : May 2, 2023, 2:50 PM IST

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં પ્રવેશ મામલે સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં ખોટી અરજીઓ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. 207 અરજીઓ ખોટી આવી છે ત્યારે આરટીઇ હેઠળ શાળા પ્રવેશ માટે બોગસ પુરાવા રજૂ કરાયા હોવાની શંકાના આધારે સુરત ડીઇઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

RTE Admission in Surat : સુરત ડીઇઓ દ્વારા આરટીઇ એક્ટ હેઠળ શાળા પ્રવેશ માટે ગેરરીતિની તપાસ શરુ

207 અરજીઓ ખોટી આવી છે

સુરત: ગુજરાત રાજ્યમાં દર વર્ષે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના બાળકોનું એડમિશન RTE હેઠળ કરવામાં આવે છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં પ્રવેશ મામલે બોગસ પુરાવા રજૂ કરાયા હોવાની શંકાના આધારે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સુરત ગ્રામ્યમાંથી 3,014 અરજીઓ આવી હતી અને શહેરમાંથી 18,292 અરજીઓ આવી હતી.

સુરત ગ્રામ્યમાંથી 3,014 અરજીઓ મળી હતી: ગુજરાત રાજ્યમાં દર વર્ષે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના બાળકોના એડમિશન માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ કરવામાં આવે છે. આ વર્ષે પણ રાઈટ ટુ એજ્યુકેશનમાં સુરત ગ્રામ્યમાંથી 3,014 જેટલી અરજીઓ આવી હતી. તેમાંથી 2,052 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને 391 અરજીઓ નકારવામાં આવી છે.

આ પણ વાંચો HSC Science Result: પરિવારને આર્થિક મુશ્કેલીમાં જોઈ સંકલ્પ લીધો અને ધો.12 સાયન્સમાં ડંકો વગાડ્યો

સુરત શહેરમાં 18,292 અરજીઓ મળી હતી: સુરત શહેરની વાત કરીએ તો શહેરમાંથી કુલ 18,292 અરજીઓ આવી છે. તેમાંથી 13037 અરજી મંજૂર કરવામાં આવી છે અને 1894 અરજી રિજેક્ટ થઈ છે. આ મામલે બોગસ પુરાવા રજૂ કરાયા હોવાની શંકાના આધારે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સુરત કોર્પોરેશન કક્ષાએ 18,292 રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની અરજીઓ આવી હતી.

13,037 અરજી મંજૂર: આ બાબતે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર દીપક દરજીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2009ના એક્ટ મુજબ અને 2012ના નિયમ અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ દર વર્ષે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના બાળકોનું એડમિશન કરાવવામાં આવે છે. એમાં સુરત ગ્રામ્યમાં આ વર્ષે 3014 અરજીઓ આવી હતી. જેમાંથી 2052 અરજીઓ અમારા દ્વારા મંજૂર કરવામાં આવી છે. જ્યારે સુરત કોર્પોરેશન કક્ષાએ 18.292 અરજીઓ આવી હતી. તેમાંથી 13037 અરજી મંજૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો RTE Admission in Gujarat : RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ? જાણો

207 અરજીઓ ખોટી આવી: સુરત ડીઇઓ ડોક્ટર દીપક દરજીએ વધુમાં જણાવ્યું કેે અમને એવી માહિતી મળી હતી કે રાઇટ ટુ એજ્યુકેશનમાં જયારે છેલ્લો દિવસ હતો, આંગણવાડીના એવા દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હતાં કે, 207 અરજીઓ ખોટી આવી છે. તો આવી અરજીઓને ધ્યાનમાં લઈને નિયમ પ્રમાણે આ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. પરંતુ આ અરજીઓ ખોટી હશે તો એ જિલ્લાના આઈસીએસને તમામ અરજીઓ મોકલી આપવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે. આઈસીએસ તપાસમાં જો કોઈ ભૂલ આવશે તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના નિયમ પ્રમાણે કાયદાકીય રીતે કાર્યવાહી કરીશું. જે વાલીઓએ આવું કર્યું હશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Last Updated : May 2, 2023, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.