- સુરતના આંગણે જૈનસમાજ દ્વારા સી.આર. પાટીલનું અદ્ભુત, અદ્વિતિય રજતતુલા સન્માન
- ચાંદીથી સી.આર.પાટીલજી તોલાયા અને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા
- 50 જૈન સંસ્થાઓએ પણ સી.આર.પાટીલનું બહુમાન કર્યુ
- જૈન ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા
સુરતઃ શહેરમાં આવેલા વેસુના વિજયાલક્ષ્મી હોલમાં તા-8 નવેમ્બરની રાત્રે 8 કલાકે દિવાળીના સપ્તાહ અગાઉ દિવાળી જેવો માહોલ જામ્યો હતો. એકત્ર થયેલા લોકોના ચહેરા પર એક અલગ પ્રકારની ચમક અને અહોભાવ હતા. કેમ કે, આ અવસર ભાજપના લોકલાડીલા નેતા સી.આર.પાટીલને વધાવવાનો હતો. ભાજપ શાસનકાળના ઇતિહાસમાં બીજીવાર સુરત શહેરને ગુજરાત ભાજપનું અધ્યક્ષપદ મળ્યું છે. લોકોની સમસ્યા નિવારવા હંમેશા તૈયાર રહેતા સી.આર.પાટીલનું સુરતના જૈન સમાજ દ્વારા રજતતુલા સન્માન કરવામાં આવ્યું હતું.
રજતતુલા મહોત્સવ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન 31 વર્ષના ભાજપના શાસન કાળમાં તેઓ દ્વારા જૈન સમાજના ઘણા કામો થયાજૈન સમાજ હંમેશા સારૂં કામ કરનારાને વધાવે છે. સી.આર.પાટીલના 31 વર્ષના ભાજપના શાસન કાળમાં તેઓ દ્વારા જૈન સમાજના ઘણા કામો થયા છે. પાટીલ સાહેબનું સન્માન એ આખા ગુજરાતની સાથે રાષ્ટ્ર ધર્મનું સન્માન છે. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી તેમનો કાર્ય કરવાનો ઉત્સાહ વધતો રહે તેવા હેતુથી જૈન સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. અમારા ગુરૂ ભગવંતો પણ કહેતા હોય છે કે, જેનામાં રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી ન હોય તે ગમે તેટલો ધર્મ કરે તો પણ તેની કિંમત નથી. અપેક્ષાએ સૌથી પહેલા રાષ્ટ્ર ધર્મ છે અને જેઓ રાષ્ટ્રની સેવા કરવા માટે પોતાની જાતને પણ સમય નથી આપતા એવા સી આર પાટીલનું સન્માન માત્ર જૈન સમાજ દ્વારા જ નહીં સમગ્ર સુરત શહેર દ્વારા થવું જોઈએ.
આનંદ અને ઉલ્લાસ સાથે થઈ ઉજવણીઆનંદ અને ઉલ્લાસમય માહોલ વચ્ચે થઇ રહેલી રજતતુલામાં ત્યાં હાજર 150 થી વધુ અગ્રણીઓએ આ ક્ષણોને તાળીઓથી વારંવાર વધાવી લીધી હતી. અદ્ભુત આયોજન બદલ સૌએ જૈન સમાજ અને સમારોહના કન્વીનર સુરેશ ડી. શાહને ખુબ શુભેચ્છાઓ આપી હતી. સી.આર.પાટીલે પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. અંતમાં ડે.મેયર નિરવ શાહે આભારવિધિ કરી હતી.