સુરત: રાજસ્થાન સરકાર દ્રારા પ્રસાર કરવામાં આવેલા રાઈટ ટુ હેલ્થ બિલને રોલ બેક કરવા સુરતના આઈએમએના ડૉક્ટરો દ્વારા રાજસ્થાનના ડોક્ટરના સપોર્ટમાં બ્લેક ડે જાહેર કરવામાં આવ્યો છે. 3600 જેટલાં મેમ્બરો એમના વર્કિંગ અવર્સમાં બ્લેક પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડૉક્ટરોનું કહેવું છે કે આ બિલમાં કોઈ પ્રકારની યોગ્ય માળખાગત માહિતીઓ આપવામાં આવી નથી. આ બિલથી ડોક્ટરોને નહીં પરંતુ લોકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવશે.
આ પણ વાંચો: Right to Health Bill : રાજસ્થાન સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલનો અમદાવાદમાં કાળી પટ્ટી પહેરી વિરોધ
IMAના ડૉક્ટરો દ્વારા વિરોધ: આ બાબતે સુરત આઈએમએના પ્રેસિડેન્ટ ડો.યોગેશકુમાર દેસાઈએ જણાવ્યું કે, નેશનલ આઈએમએ હેડક્વાર્ટર માંથી જે પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે તે રીતે સુરતના આઈએમએના ડોક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે. કારણ કે રાજસ્થાન સરકાર દ્વારા જે રીતે આરટીએ જે રીતે પાસ કરવામાં આવ્યો છે. રાઈટ ટુ હેલ્થ બિલ તેને રોલ બેક કરવા માટે સરકારનું ધ્યાન ખેંચવા માટે લોકો અને ડોક્ટરોનો હિત જોવા માટે આખા સમાજનું હિત જળવાય રહે એટલા માટે આરટીએનું રોલ બેક કરવાની જરૂર છે.
આ પણ વાંચો: RAJASTHAN ASSEMBLY: વિધાનસભામાં રાઈટ ટુ હેલ્થ બિલ પસાર, સામાન્ય લોકોને શું ફાયદો થશે, જાણો
બિલમાં કોઈ માળખાગત ખામીઓ: આ બાબતે સુરત આઈએમએના સેક્રેટરી ડો.વિનેશ શાહએ જણાવ્યું કે આઈએમએ સુરત દ્વારા રાજસ્થાનના ડોક્ટરના સપોર્ટમાં બ્લેક ડે જાહેર કરવામાં આવ્યો છે.એનું મુખ્ય કારણ એ છેકે, રાજસ્થાન સરકાર દ્વારા જે રાઇટ ટુ હેલ્થ બિલ પસાર કર્યું છે. તે બિલ ડોક્ટર જ પૂરતું નહીં પરંતુ લોકોના વિરુદ્ધમાં પણ છે. કારણ કે આ બીલમાં કોઈ માળખાગત માહિતીઓ આપવામાં આવી નથી. ઇમર્જન્સી કોને ગણવી, ક્યારે ગણવી, અને ઇમર્જન્સીમાંથી આવ્યા બાદ તેનું પેમેન્ટ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં તેનું પેમેન્ટ કોઈ આપશે, ક્યારે આપશે કઈ રીતે આપશે અને કેટલું આપશે. આવા ઘણા બધા પ્રશ્નો છે. જેનું નિરાકરણ લાવવું જરૂરી છે.