સુરત : સુરતમાં ફરી પછી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે ધોધમાર વરસાદને કારણે કેટલા વિસ્તારોમાં ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે.જેને કારણે વાહન ચાલકોને ખુંબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત પાસપોર્ટ ઓફિસ પાસે મેઇન રોડ ઉપર ઘૂંટણીયા સુધીના વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે.
અંધારપટ વચ્ચે ધોધમાર વરસાદ : સુરતમાં બપોરે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોકેે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતાની સાથે જ સમગ્ર શહેરના અડાજણ, રાંદેર, જાગીરપુરા, પાલ, કતારગામ, અમરોલી, નાના વરાછા,મોટા વરાછા, ઉધના લિંબાયત, ડીંડોલી, ગોડાદરા, પાંડેસરા, અલથાણ,વેસુ પીપલોદ, અઠવાલાઇન્સ, ડુમસ, ઈચ્છાપુર, કવાસ એમ સમગ્ર શહેરમાં અંધારપટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઘૂટણીયા સુધીના વરસાદી પાણી ભરવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે.
વાહન ચાલકો અટવાયાં : વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા પાસપોર્ટ ઓફિસ પાસે મેન રોડ ઉપર ઘૂટણીયા સુધીના વરસાદી પાણી ભરવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. તથા નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ કેન્ટીનની બહાર પણ પાણી ભરાઈ જતા ત્યાં કેન્ટીનમાં અવરજવર કરવા માટે મોટા મોટા સિમેન્ટના બ્લોક મુકવામાં આવ્યા છે.જોકે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ : હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસમાં સુરત સહિત જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના ચોર્યાસી તાલુકામાં 68 મિમિ તથા સુરત સિટીમાં 75 મિમિ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકામાં 7 મિમિ કામરેજમાં 6 મિમિ વરસાદ નોંધાયો છે. જયારે અન્ય તાલુકાઓમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાઓ પડયા હતા.
ઉકાઈ ડેમમાં પાણીની સ્થિતિ : ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના 6 વાગ્યાની સ્થિતિએ 344.06 ફૂટ હતી. ડેમમાં પાણીની આવક 63354 ક્યુસેક તથા જાવક 63354 ક્યુસેક નોધાય છે. રૂલ લેવલ 345 ફૂટ છે. ડેમની લાઈવ સ્ટોરેજ 6562.53 એમ.સી.એમ. એટલે કે ડેમ 97.51 ટકા છે. તારે સુરતના તાપી નદી ઉપર આવેલ સિંગણપોર કોઝવેની સપાટી 7.57 મીટરની પાણી ઉપર વહી રહ્યું છે.
- Gujarat Monsoon 2023 : 100 ટકા વરસાદ વરસાવી મેઘરાજાની ગુજરાતમાંથી વિદાય ? હવામાન વિભાગે આપી માહિતી
- Ind vs Aus 3rd ODI : રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન વરસાદ આવશે તો આ પ્રકારની છે SCAની તૈયારીઓ, જાણો તેના વિશે
- Navsari Rain: નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ગણેશપંડાલોના આયોજકોમાં ચિંતા