ETV Bharat / state

જિલ્લા કલેક્ટરે અખાત્રીજ નિમિત્તે બાળલગ્ન અટકાવવા બનાવી વિવિધ ટીમ - gujaratinews

સુરત: હિંદુ પરંપરા મુજબ અક્ષય તૃતીયા નિમિત્તે મોટા પ્રમાણમાં લગ્ન સમારોહ યોજાય છે. જેથી સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ દ્વારા આગામી અખાત્રીજ નિમિત્તે જિલ્લામાં યોજાતા બાળલગ્ન અટકાવવા વિવિધ ટીમોની રચના કરાઈ છે.

ડો.ધવલ પટેલ
author img

By

Published : May 4, 2019, 10:21 AM IST

ઘણા જાતિ સમુદાયોમાં સગીર છોકરા-છોકરીઓના લગ્ન અખાત્રીજના દિવસે કરવાના રિવાજ પ્રચલિત છે. આગામી તારીખ 7 મે ના રોજ "અક્ષયતૃતિયા" (અખાત્રીજ) નિમિત્તે સુરત જિલ્લામાં બાળલગ્નો થવાની સંભાવના છે. જેથી વહિવટીતંત્ર દ્વારા જિલ્લામાં યોજાતા બાળલગ્નો અટકાવવા અને તેનાથી થતી દૂરગામી અસરોથી બચવા માટે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર, પોલીસ અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરેને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સંકલન કરી બાળલગ્ન પ્રતિબંધક ધારો-2006 ના અમલીકરણ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે.

આ ટીમ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરીને બાળલગ્ન કરાવનાર, લગ્નમાં ભાગ લેનાર તમામ, સંચાલન કરનાર, મદદગારી કરનાર, બાળકના વાલી, લગ્નના આયોજકો, લગ્નવિધિ કરાવનાર મંડપ ડેકોરેશન, કેટરીંગ વગેરે સામે સખત કાયદાકીય પગલા ભરાશે.

કલેકટર કચેરીથી બાળ લગ્ન અંગેની જાણકારી આપવા તેમજ જરૂરી વિગતો માટે કચેરીના ફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. 0261-2651452/2652467...ઉપરાંત ચાઇલ્ડ લાઇન નં.1098, પોલીસ નં.-100, મહિલા હેલ્પલાઇન નં.-181 ઉપર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા એકમની યાદીમાં જણાવાયું છે.

R_GJ_05_SUR_04MAY_01_BALViVAH_PHOTO_SCRIPT

Photo on mail

જિલ્લા કલેક્ટર દ્વારા આગામી અખાત્રીજ નિમિત્તે જિલ્લામાં યોજાતા બાળ લગ્નો અટકાવવા વિવિધ ટીમોની રચના

સુરત : હિંદુ પરંપરા મુજબ અક્ષય તૃતીયા નિમિત્તે મોટા પ્રમાણમાં લગ્ન સમારોહ યોજાય છે. જેથી સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ દ્વારા આગામી અખાત્રીજ નિમિત્તે જિલ્લામાં યોજાતા બાળ લગ્નો અટકાવવા વિવિધ ટીમોની રચના કરાઈ છે

ઘણા જાતિ સમુદાયોમાં સગીર છોકરા-છોકરીઓના લગ્ન અખાત્રીજના દિવસે કરવાના રિવાજ પ્રચલિત છે. આગામી તા.7 મી મેં ના રોજ "અક્ષયતૃતિયા" (અખાત્રીજ) નિમિત્તે સુરત જિલ્લામાં બાળલગ્નો થવાની સંભાવના છે. જેથી વહિવટીતંત્ર દ્વારા જિલ્લામાં યોજાતા બાળલગ્નો અટકાવવા અને તેનાથી થતી દૂરગામી અસરોથી બચવા માટે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર, પોલીસ અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરેને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સંકલન કરી બાળલગ્ન પ્રતિબંધક ધારો-2006 ના અમલીકરણ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. 

આ ટીમો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરીને બાળલગ્ન કરાવનાર, લગ્નમાં ભાગ લેનાર તમામ, સંચાલન કરનાર, મદદગારી કરનાર, બાળકના વાલી, લગ્નના આયોજકો, લગ્નવિધિ કરાવનાર મંડપ ડેકોરેશન, કેટરીંગ વગેરે સામે સખ્ત કાયદાકીય પગલા ભરાશે. બાળ લગ્ન પ્રતિબંધક ધારો-2006 મુજબ જો પુરૂષની 21 વર્ષ ની ઉંમર પુરી ન થઇ હોઈ, તેમજ સ્ત્રીની 18 વર્ષની ઉમર પુરી ન થઇ હોય તો નિર્ધારિત વય ન ધરાવતાં યુગલો વચ્ચે થતાં લગ્નને ‘બાળલગ્ન’ કહેવામાં આવે છે.જેમાં બે વર્ષ સુધીની સખત કેદ અને એક લાખ સુધીના દંડની જોગવાઈ છે. 

કલેકટર કચેરી થી બાળ લગ્ન અંગેની જાણકારી આપવા તેમજ જરૂરી વિગતો માટે કચેરીના ફોન નમ્બર પણ જાહેર કરવામાં આવ્યા છે . 0261-2651452/2652467...ઉપરાંત ચાઇલ્ડ લાઇન નં.1098, પોલીસ નં.-100, મહિલા હેલ્પલાઇન નં.-181 ઉપર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા એકમની યાદીમાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.