માંડવી: એકબાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ક્લાસથી સજ્જ શાળાની વાત કરી રહી છે, તો બીજીબાજુ સુરત જિલ્લાના પુના ગામને આશ્રમ ફળિયામાં આવેલ શાળા જર્જરિત અવસ્થામાં (primary school in Surat Puna village dilapidated) પહોંચી ગઈ છે. આ શાળા 1થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. ચારેય બાજુથી શાળા જર્જરિત થઈ ગઈ છે. શાળાની દીવાલોમાં (condition of the school in Mandvis Puna )તિરાડો પડી ગઈ છે, પતરા અને નળિયા તૂટી ગયા છે જેને લઇને હાલ કડકડતી ઠંડીમાં બાળકો શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
વાલીઓને સતત ભય: શાળા જર્જરિત અવસ્થામાં હોવાથી વાલીઓને સતત ભય સતાવી રહ્યો છે જેને લઇને અને તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા અચકાઈ રહ્યા છે અને ફળિયાની શાળામાં અભ્યાસ કરવાની જગ્યાએ અન્ય શાળામાં મોકલી રહ્યા છે. શાળાનું સમારકામ (People are demanding that the school be repaired)થાય તેવી સૌ કોઈ ગ્રામજનો માગ કરી રહ્યાં છે. કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો કરી રહ્યા છે.
શિક્ષકોની પણ ઘટ: જર્જરિત શાળાને લઈને શાળાના મુખ્ય શિક્ષિકા ભાનું બહેન ચૌધરીએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે. પુના ગામના સરપંચ મહેન્દ્રભાઈ ચૌધરીએ પણ તાલુકા શિક્ષણ સંઘમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. સરપંચ મહેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે શાળા જર્જરિત હોવાથી એક ભય સતાવી રહ્યો છે, શાળામાં શિક્ષકોની પણ ઘટ છે.
અધિકારીઓને સૂચન: જર્જરિત શાળાને લઈને માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે નવા બજેટમાં જૂની નળિયા વાળી તમામ શાળાઓ નવી બનાવાની દરખાસ્ત આવી છે પુના ગામ સહિત ગુજરાતની તમામ શાળાઓ અપગ્રેડ કરવામાં આવશે, તેમજ પુના ગામની જર્જરિત શાળાને લઈને અધિકારીઓને સૂચન કરવામાં આવશે.