હાલ સ્વચ્છતા સર્વેક્ષણ 2020 ચાલી રહ્યું છે, જેમાં સુરત સ્વચ્છ સિટી તરીકે નંબર વન આવે એ માટે સુરત મહા નગરપાલિકાએ ખાસ કવાયત હાથ ધરી છે. સુરતને સ્વચ્છતામાં પહેલો ક્રમાંક મળે એ માટે શહેરના સમગ્ર વિસ્તારમાં પાલિકા દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગસમાં શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ સ્વચ્છતા વીરોની જેમ પોતાના શહેરને સ્વચ્છ બતાવે. જેના માટે તેઓ VOTE FOR YOUR CITY એપમાં 7 સવાલોના જવાબ આપી શહેરને સ્વચ્છ દર્શાવશે.
આ અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બન્છાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ સર્વેક્ષણમાં લોકોનું ફીડબેક મેળવવું ખૂબ જ જરૂરી છે. બે દિવસ અગાઉ આ સર્વેક્ષણમાં સુરત નંબર વન હતું. પરંતુ હાલ નંબર 6 પર છે. લોકોનો ફીડબેક જેવી રીતે મળશે. તેમ તેમ સુરત નંબર વન પર આવી શકશે.