સુરત: કોરોના કાળમાં ગર્ભવતી મહિલાઓની સ્થિતિ વધારે કફોડી બની છે. જેઓએ પ્રસૂતિ માટે સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા તો સરકારી હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ હાલ કોરોના કાળના કારણે સરકારી આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલોમાં ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. આથી ભયભીત ગર્ભવતી મહિલાઓ પ્રસુતિ માટે સરકારી હોસ્પિટલ ન જવું પડે તે માટે મજબૂરીમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં જઈ પ્રસૂતિ કરાવવા મજબૂર બની છે. બીજી બાજુ ખાનગી નર્સિંગ હોમ દ્વારા પણ અન્ય ચાર્જની સાથે કોવિડ ચાર્જ પણ વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં માસ્ક અને પીપીઈ કીટ સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોવિડ કાળ: સરકારી હોસ્પિટલમાં રજીસ્ટર ગર્ભવતી મહિલાઓ પ્રાઈવેટમાં જાય છે અને આપે છે 15 ટકા કોવિડ ચાર્જ
કોરોનાની અસર સૌથી વધુ કોઈ શહેરમાં જોવા મળી હોય તો તે સુરત શહેર છે. શહેરના સરકારી આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગર્ભવતી મહિલાઓ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય સેન્ટરમાં પ્રસૂતિ કરાવવા ડરી રહી છે. તેથી ગર્ભવતી મહિલાઓ ખાનગી હોસ્પિટલમાં જઈ ડિલિવરી અથવા તો સિઝેરિયન કરાવે છે. ત્યારે મેટરનિટી હોમ દ્વારા દસથી પંદર ટકા વધારે કોવિડ ચાર્જ ગર્ભવતી મહિલાઓ પાસેથી લેવામાં આવી રહ્યો છે.