સુરત: ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. કચ્છ બાદ હવે સુરતના ડુમસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માણતા 52 શંકમંદ લોકોને ઝડપી પાડી નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. લિપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા બાવન પૈકી તેર જેટલી મહિલાઓ સહિત યુવતીઓ પણ ઝડપાઇ હતી. દારૂ પાર્ટી દરમ્યાન પોલીસે ફાર્મ હાઉસ પરથી સાત હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તેમજ તેર જેટલી ફોર વ્હીલ કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં યુવક-યુવતી સહિત 52 નબીરાઓ નશાની હાલતમાં ઝડપાયા, ફાર્મ હાઉસમાં ચાલતી હતી મહેફીલ - ડુમસમાં દારૂની મહેફિલ
29 ફેબ્રુઆરી લીપ યરની પાર્ટીમાં સુરત પોલીસ જઈ ચઢી હતી. ડુમસમાં આવેલા આર્શીવાદ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે છાપો મારી 52 લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતાં. જે પૈકી 13 યુવતીઓ પણ હતી. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.