સુરતના ડીંડોલી વિસ્તારમાં મહિલા બુટલેગર અને ડીંડોલી પોલીસ કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો હતો.જેમાં બુટલેગર અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલીથઇ હતી. જે વિડીયોમાંબુટલેગરે નિવેદન આપ્યું હતું કે, પૈસા લઈ જાય છે તેમ છતાં શા માટે મારે છે. પોલીસ કર્મચારી દ્વારા મહિલાઓને પણ અપશબ્દોબોલવામાં આવ્યાહતા.આ વિડીયોપોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતાતપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
જેમાં આખરે તપાસ બાદ દિવ્યપાલ રાજેન્દ્રસિંહ અને નિત ઘનશ્યામભાઈ નામના બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરે સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.