ETV Bharat / state

આજે વડાપ્રધાન મોદી સુરતમાં પટેલ સેવા સમાજ દ્વારા તૈયાર કરાઈ રહેલી હોસ્ટેલનું કરશે ઈ-ખાતમુહૂર્ત

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત શહેરના વાલક પાટિયા ખાતે રૂ.200 કરોડના ખર્ચે નિર્માણ થનારી અત્યાધુનિક હોસ્ટેલનું ખાતમુહુર્ત દશેરાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો-કોન્ફરન્સના માધ્યમથી કરશે. તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે સુરત શહેરના પ્રવેશદ્વારા સમા સિમાડા ચાર રસ્તા(સરથાણા) ખાતે 100બેડની AAIHMS સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ & રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે

સુરતમાં પટેલ સેવા સમાજની 200કરોડના ખર્ચે નિર્માણ થનાર હોસ્ટેલનું કાલે PM મોદીના હસ્તે ઇ- ખાતમુહુર્ત

author img

By

Published : Oct 14, 2021, 5:25 PM IST

Updated : Oct 15, 2021, 6:42 AM IST

સુરત: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત શહેરના વાલક પાટિયા ખાતે રૂ.200 કરોડના ખર્ચે નિર્માણ થનારી અત્યાધુનિક હોસ્ટેલનું ખાતમુહુર્ત દશેરાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો-કોન્ફરન્સના માધ્યમથી કરશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પ્રત્યક્ષ ખાતમુહૂર્ત

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પ્રત્યક્ષ ખાતમુહૂર્ત કરી હોસ્ટેલના ફેઝ-1ના નિર્માણ કાર્યનો પાયો નાખશે. 'શ્રીમતી જમના બહેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન, સુરત' નામથી નિર્માણ થનાર આ હોસ્ટેલ અંતર્ગત પ્રથમ તબક્કામાં ભાઈઓની હોસ્ટેલના બાંધકામ પાછળ વર્ષ 2021 થી 2023 દરમિયાન રૂ.70 કરોડ અને દિકરીએની હોસ્ટેલ માટે વર્ષ 2022 થી 2024 દરમિયાન રૂ.40 કરોડ ખર્ચ કરાશે. ઉપરાંત, શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન પણ આ જ પરિસરમાં આકાર પામશે. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે વર્તમાન સમયને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધા ઊભી કરાશે. જેમાં અભ્યાસકીય તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે ઉત્તમ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

હોસ્ટેલ પ્રોજેક્ટમાં ઉભી થનાર અત્યાધુનિક સુવિધાઓ

1) હોસ્ટેલમાં ઉચ્ચ અભ્યાસ કરતા 1500 વિદ્યાર્થીઓનો સમાવેશ

2) વિશાળ વાંચનાલય, પુસ્તકાલય તથા ડિઝીટલ લાઈબ્રેરી

3)વિદ્યાર્થીઓને જમવા માટે વિશાળ ભોજનાલય,

4) 100 વ્યક્તિ રહી શકે એવું અતિથિ ભવન,

5) કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર

6) સમાજ પરિચય માટે પાટીદાર ગેલેરી

7) કોન્ફરન્સ હોલ

8) સભાખંડ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

અન્ય પ્રધાનો પણ રહશે હાજર

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યપ્રધાન દર્શનાબહેન જરદોશ, કેન્દ્રીય કૃષિ પ્રધાન પરશોત્તમ રૂપાલા, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, માર્ગ અને મકાન વિભાગ પ્રધાન પૂર્ણેશ મોદી, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યપ્રધાન વિનોદ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યપ્રધાન મુકેશ પટેલ,વાહનવ્યવહાર રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી, સાંસદ અને પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ, વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મુખ્ય દાતા હંસરાજ ગોંડલીયા સહિત પાટીદાર ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ અને અન્ય દાતાઓ ઉપસ્થિત રહેશે.

આસપાસના વિસ્તારના અંદાજિત 15 લાખથી વધુ લોકોને લાભ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે સુરત શહેરના પ્રવેશદ્વારા સમા સિમાડા ચાર રસ્તા(સરથાણા) ખાતે 100બેડની AAIHMS સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ & રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. માત્ર રૂ.100ના કન્સલ્ટીંગ ચાર્જ સાથે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓનું સચોટ નિદાન સાથે સારવાર થશે. આ હોસ્પિટલમાં 25 અત્યાધુનિક આઈ.સી.યુ.ની સુવિધા, અત્યાધુનિક ઓપરેશન થેટર સાથે હ્રદય અને કેન્સરને લગતા અદ્યતન સાધનો સાથેની હોસ્પિટલની આસપાસના વિસ્તારના અંદાજિત 15 લાખથી વધુ લોકોને સીધો લાભ થશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની આયુષ્માન કાર્ડ યોજના તથા વાહન અકસ્માત યોજના, બાલ સખા યોજનાની સારવાર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનશે. તેમજ રાજયના નામાંકિત 25 સુપર સ્પેશ્યાલિસ્ટ તથા 15 સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની ટીમ દ્વારા દરિદ્રનારાયણની સારવાર શકય બનશે. જેનાથી દક્ષિણ ગુજરાતના લોકોને સીધો લાભ મળશે.

આ પણ વાંચોઃ સુરતના ચોક બજારમાં ઝઘડો થતા પિતાએ પુત્રનું ગળું દબાવી હત્યા કરી

આ પણ વાંચોઃ એક તરફ ખાખીનો ખોફ તો, બિજી તરફ જીવદયા પ્રેમી એવા સુરતના IPS ઉષા રાડા વિશે જાણો...

Last Updated : Oct 15, 2021, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.