સુરત: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો ગુજરાતના સુરત શહેરમાં એક મૂવી થિયેટરમાં ઘૂસી ગયા હતા અને શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ "પઠાણ"ના પોસ્ટરો ફાડી નાખ્યા હતા. પોલીસે પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી. 'બેશરમ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણને કેસરી બિકીનીમાં બતાવવા બદલ પઠાણને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા નેતાઓએ 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
'પઠાણ'ના પોસ્ટર ફાટ્યા: દેશભરમાં પઠાણ ફિલ્મને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ આ વિરોધની અસર જોવા મળી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા રાંદેર ખાતે આવેલી રૂપાલી સિનેમા ખાતે લગાવવામાં આવેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે વીએચપીના પાંચ કાર્યકરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો: kl Rahul-Athiya Shetty Seremony: કેએલ રાહુલ-આથિયા શેટ્ટીએ ધૂમ મચાવી
ટોળું ઘસી આવ્યું: સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે પઠાણ ફિલ્મના પોસ્ટરો રાંદેર સ્થિત રૂપાલી સિનેમામાં લગાડવામાં આવ્યા હતા જ્યાં ટોળું ઘસી આવ્યું હતું અને અહીં લગાડવામાં આવેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ફાડી નાંખ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ સોનારાએ જણાવ્યું હતું કે, અમને રૂપાલી સિનેમામાં 'પઠાણ' ફિલ્મના પોસ્ટર ફાડી રહેલા લોકો અંગે માહિતી મળી હતી. અમે તેમાંથી પાંચની ધરપકડ કરી અને તેમની સામે કેસ દાખલ કર્યો છે. તેઓ VHPના છે કાર્યકર્તાઓ છે.
આ પણ વાંચો: સાઉથના આ સુપરસ્ટાર્સના એક જાહેરાત માટેનો ચાર્જ જાણીને ચક્કર આવી જશે
સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી: તાજેતરમાં, ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ માલિકો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને મળ્યા હતા, જેમણે અસામાજિક તત્વો સામે થિયેટરોને પોલીસ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી. MoS સંઘવીને લખેલા પત્રમાં, ગુજરાતના મલ્ટિપ્લેક્સ એસોસિએશને જણાવ્યું હતું કે, "ફિલ્મ વિશે કોઈને પણ આરક્ષણ અથવા વાંધો હોય તે માટે યોગ્ય મંચ કાં તો સત્તાવાર સત્તાવાળાઓ અથવા ભારત સરકાર અથવા કોર્ટ હશે. કારણ કે, ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એવા ઘણા જૂથો છે જે "તેમની પોતાની સમજણ અને એજન્ડાના આધારે સિનેમા પ્રદર્શકોને ગેરકાયદેસર રીતે નિશાન બનાવી રહ્યા છે. જોકે, આ પહેલા પણ સેન્સર બોર્ડમાંથી એવા આદેશ આપવામાં આવેલા હતા કે, ફિલ્મમાં કેટલાક સીનમાં ફેરફાર કરવો જરૂરી છે. જોકે, હકીકત એ પણ સ્વીકારવી પડે કે, ફિલ્મ રીલિઝ થાય એ પહેલા પોસ્ટરમાં કેટલાક ફેરફાર કરાયા હતા.