સુરતમાં રાજ્યભરમાં ભાજપ અગ્રેસર ગુજરાત અભિયાન (agresar gujarat campaign) અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. તે જ રીતે વ્યારા, દાહોદ અને ભિલોડા ખાતે પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala Union Minister in Surat) અને અર્જૂન મુંડા (arjun munda union minister) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ યોજાયા ભિલોડા ખાતે ભવ્ય જનસભા યોજવામાં આવી હતી. જ્યારે દાહોદ ખાતે વનબંધુઓ સાથે કેન્દ્રિય પ્રધાનોએ સંવાદ કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્રિય પ્રધાનોએ તાપીના વ્યારા ખાતે આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરી ચૂંટણીના સંકલ્પ માટે લોકોનો અભિપ્રાય માગ્યો હતો.
સૂચના પેટીમાં લોકો જણાવી શકશે મંતવ્યો કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ (Parshottam Rupala Union Minister in Surat) જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપે પ્રથમ વખત ગુજરાતના નાગરિકો સાથે સીધો સંપર્ક કરીને એમના વિચારોને જાણવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત પ્રદેશની આ યોજના પ્રમાણે કેન્દ્રિય પ્રધાનો, પ્રદેશના આગેવાનો, સમાજના લોકોની વચ્ચે જઈને પોતાની વાતની સાથે એમની વાતને પણ જાણવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અને ત્યાં એક સૂચના પેટી રાખવામાં આવે છે.
ભાજપ સુધી લોકો પહોંચાડી શકશે પોતાના વિચાર કેન્દ્રિય પ્રધાને ઉમેર્યું હતું કે, આ પેટીની અંદર લોકો પોતાના વિચારો ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડી શકે છે. તે થકી આગામી દિવસોમાં ભાજપ લોકોના વિકાસ માટે આજ લોકો દ્વારા મળેલા સજેશન લઈને કરવામાં આવશે. આ પ્રયાસો થકી આજે અમારો વ્યારા દાહોદ અને ભિલોડાનો પ્રવાસ છે. અમારી સાથે ભારતના કેન્દ્રિય પ્રધાન અર્જુન મુંડા (arjun munda union minister) પણ છે.
આપ કોઈ પડકાર નથી કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala Union Minister in Surat) ઉમેર્યું હતું કે, ટિકીટની માગણી કરે તેમાં નિયમોનું ઉલ્લંઘન થાય એમ નથી. જે નિયમ છે તે નિયમ પ્રમાણે કામો કરવામાં આવે છે. અલ્પેશ કથીરિયા અંગે તેમણે નિવેદન આપવાનું ટાળ્યું હતું. જે વર્તમાન ધારાસભ્ય સામે લોકોની નારાજગી જ વ્યારામાં ભાજપને જીતાડશે. અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકાર નથી તેવું પણ તેમણે જણાવ્યું હતું.