સુરત : પાંડેસરા વિસ્તાર ખાતે ત્રણ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન આરોપી અરવિંદ સંતરામ નિષાદ બાળકીને ભુંગળા આપવાની લાલચ આપી હતી અને બાળકીને પોતાના રૂમમાં લઈ ગયો હતો. બાળકીને નિવસ્ત્ર કરી તેની સાથે છેડતી કરવા લાગ્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસે તપાસ કરી આરોપી અરવિંદ સંતરામ નિષાદની ધરપકડ કરી લીધી હતી.
પોલીસનું નિવદેન : ACP ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસને જાણકારી મળી હતી કે, ત્રણ વર્ષ બાળકી સાથે આરોપીએ છેડતી કરી છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ત્રણ વર્ષીય બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આરોપીએ બાળકીને ભૂંગળાની લાલચ આપી રૂમમાં લઈ ગયો હતો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. બાળકી પ્રતિકાર કરતા બુમાબુમ કરવા લાગી હતી.
આ પણ વાંચો : molestation case in Ahmedabad : વિદ્યાર્થીનીને એકલામાં બોલાવી નરાધમ ટ્યુશન માસ્તરે શિક્ષણ લજવ્યું
આરોપી છૂટક મજૂરી કરે છે : સાથે દેસાઈએ જણાવ્યું હતું કે, બાળકીએ બૂમાબૂમ કરતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને આરોપી યુવકે એકલો રહેતા હોય છોકરીનો રડવાનો અવાજ આવતા લોકોને તેની ઉપર શંકા આવી હતી. આ વાત સાંભળતાની સાથે પાડોશીઓ એકત્રિત થઈ ગયા હતા અને લોકોએ એકઠા થઈ દરવાજો ખોલતા બાળકી નિવસ્ત્ર હાલતમાં મળી આવી હતી. આ સમગ્ર ઘટનામાં બાકીના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધ આરોપી અરવિંદ સંતરામનું નિશાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરતમાં તે છેલ્લા 12 વર્ષથી છૂટક મજૂરી કરે છે.
આ પણ વાંચો : Honey Trap: સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી આધેડને ફસાવ્યો, 16.50 લાખ ચુનો
સુરતમાં ક્રાઈમ કેસ : ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરતના કતારગામ વિસ્તારમાંથી 8 ડિસેમ્બરના રોજ હચમચાવી દેતી એવી ઘટના સામે આવી હતી. સવારે સાત વર્ષીય બાળકી ગુમ થવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયા બાદ મોડી રાત્રિએ તે જ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી મૃતદેહ પાડોશીના ઘરમાંથી જ મળી આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરતાં અગાઉ વાહન ચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું.