- સુરત કોર્પોરેશનના વૉર્ડ નંબર 26 ચૂંટણીમાં 4 ફુટના ચેતન ચંદ્રકાંત ખાંડેકરની એન્ટ્રી
- ચાર ફૂટના અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા
- પાણી, ડ્રેનેજની સમસ્યાઓ દૂર કરવા માટે ચૂંટણી લડશે
સુરત : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે SMC એટલે કે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં અચાનક જ ચેતન ચંદ્રકાંત ખાંડેકરની એન્ટ્રી થાઇ છે. લોકો તેમને જોતા રહી જાય છે. કારણ કે, માત્ર 4 ફૂટનો આ ઉમેદવાર લોકોને પોતાને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. સુરતમાં સૌથી નાના કદના ઉમેદવાર ચેતન સુરતના ડિંડોલી વિસ્તારમાં ઈંડાની દુકાન ધરાવે છે અને પોતાના વિસ્તારમાં વિકાસના કામ ન થયા હોવાથી તેમને આટલી હદે ત્રાસી ગયા હતા, કે તેમને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જેમનું ફોર્મ પણ સ્વીકારી લેવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં તે ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવારોને લડત આપવા તૈયારી ચેતને દર્શાવી છે.
વૉર્ડમાં અનેક સમસ્યાઓ
ઉલ્લેખનીય છે કે, વૉર્ડ નંબર 26માં ભાજપની પેનલ આવી હતી. અહીં કોંગ્રેસ અને ભાજપ એકબીજાને ટક્કર આપવા તૈયાર છે. ત્યારે એક અપક્ષ ઉમેદવારે આ બન્ને પાર્ટીના ઉમેદવારોને લલકાર્યા છે. અપક્ષ ઉમેદવાર ચેતને જણાવ્યું હતું કે, મારા વૉર્ડમાં અનેક સમસ્યાઓ છે. જેનું નિરાકરણ અત્યાર સુધી આવ્યું નથી. પાણી, ડ્રેનેજની સમસ્યાઓ દૂર કરવા માટે મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. લોકો મારા કદ પર ન જાય હું લોકોના કામ કરવા માટે આગળ આવીશ.