વર્ષ 2016માં મોદી સરકાર દ્વારા નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ રદ્દ ચલણી નોટો મળી રહી છે. આ વખતે જ્યારે પુના પોલીસે મુંબઈથી સુરત ખાનગી લક્ઝરી બસમાં આવી રહેલા શખ્સની તપાસ કરવામાં આવી હતી. તેમની તપાસ કરતા જ પોલીસ ચોંકી ઉઠી કારણ કે, શખ્સ પાસે રહેલી બેગને ચેક કરતાં તેમાંથી 500 અને 1000ની રદ થયેલી ચલણી નોટો મળી આવી હતી.
આ નોટ કુલ 99 લાખ રૂપિયાની હતી. પોલીસે શખ્સની ધરપકડ કરી આ નોટ કોને આપવાની હતી. અને ક્યાંથી આવી હતી, તે સહિતની તપાસ હાથ ધરી છે.